fbpx
બોલિવૂડ

એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર ટૂંકમાં બોલિવૂડમાં કમબેક કરશે

જાણીતી એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર ટૂંકમાં જ બોલિવૂડમાં કમબેક કરવાની છે. ઉર્મિલા માતોંડકર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. વર્ષ ૨૦૧૯માં તેણે રાજનીતિમાં પણ એન્ટ્રી લીધી હતી, ત્યાર બાદ ફરીથી ફિલ્મો ન આવવાની અટકળો લાગી હતી. તેણે આ વિશે જાણકારી આપતા કહ્યું છે કે, તેની આગામી ફિલ્મ લોકોના વિશ્વાસ પર ખરી ઉતરશે.

ઉર્મિલા માતોંડકરએ જણાવ્યું કે, ટૂંકમાં જ નવી ફિલ્મ લઈને આવી રહી છે. તેની સાથે જ તે મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. એક ઇન્ટરવ્યૂ દમરિયાન તેમણે કહ્યું કે, વેબ સીરીઝનો પણ હિસ્સો બનવાની હતી, જેનું શૂટિંગ કોરોના મહામારીને કારણે ટળ્યું હતું. તેણે કહ્યું કે, તે સીરીઝ એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે એવું શક્ય ન બન્યું. તેણે કહ્યું કે, લોકડાઉનને જાેતા શૂટિંગ આગળ ટાળવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts