ટીવી અભિનેત્રીઓની જીવનશૈલી જાેઈને ફેન્સ ઘણીવાર એવું ધારી લેતા હોય છે કે તેમના જીવનમાં તો જાહોજહાલી જ છે અને દરેક વસ્તુ અદ્ભૂત છે. જાે કે ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે અંગત જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આવી જ અભિનેત્રીઓમાં ‘બડે અચ્છે લગતે હૈં’ ફેમ એક્ટ્રેસ ચાહત ખન્નાનું નામ પણ શામેલ છે. ચાહત ઘણીવાર પડદા પર નકારાત્મક અને બોલ્ડ પાત્રોમાં જાેવા મળે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે બે પુત્રીની માતા છે. ચાહત ઘણી વાર સો.મીડિયા પર તેના અંગત જીવનના સંઘર્ષો વિશે જણાવી ચૂકી છે.
તેણે કહ્યું, આ દિવસોમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે. ચાહત ખન્ના એક સિંગલ માતા છે અને તે પોતાની દીકરીઓનો ઉછેર કરી રહી છે. જાે કે તેને કામ મળતું નથી જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચાહત ખન્ના પાસે બહુ જ ઓછા પૈસા છે. તેણે સો.મીડિયા પર જણાવ્યું, બે પુત્રીની માતા હોવાથી તેને ઈન્ડસ્ટ્રીમાં કામ આપવામાં આવતું નથી અને તેથી તેમને પૈસાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
અભિનેત્રીએ ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, તેણે લખ્યું, તે બે બાળકોની માતા હોવાથી તેને કામ મળતું નથી. આ સાથે તેણે લખ્યું, હવે તેની પાસે ખૂબ જ ઓછા પૈસા બચ્યા છે અને તેના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે. ચાહત ખન્નાએ કહ્યું, ‘જ્યારે કોઈ પરિણીત અભિનેત્રીને સાઇન કરે કે જે માતા પણ હોય તો નિર્માતાઓ બે વાર વિચાર કરે છે. હું જાેહર અને અમાયરા બે બાળકોની માતા છું. હું બેગણી મહેનત કરવા તૈયાર છું, પણ મને કામ જ નથી મળતું.’
ચાહતે કહ્યું, ‘જ્યારે પણ હું ઓડિશન આપું છું ત્યારે મને નકારી કાઢવામાં આવે છે. આનું કારણ એ છે કે મારે બે બાળકો છે અને નિર્માતાઓને લાગે છે કે હું આ જવાબદારી નિભાવવા માટે સમર્થ નહીં હોઈશ. પરિણીત અભિનેત્રીઓ વિશે એક ધારણા બાંધી લેવામાં આવે છે કે તે મુખ્ય અભિનેત્રીની જેમ રોલને ન્યાય નહીં આપી શકે. જ્યારે હું મારી દીકરીઓ સાથે કોઈ ફોટો શેર કરું છું, ત્યારે લોકો મને શેર કરવાની પણ મનાઇ કરે છે. લોકો કહે છે, આ ફોટો જાેયા પછી મેકર્સ મને એપ્રોચ નહીં કરે.
Recent Comments