fbpx
બોલિવૂડ

એક્ટ્રેસ દીપિકા અગ્રવાલ ‘સાથ નિભાના સાથિયા-૨’માં ફેશન ડિઝાઈનરના રોલ જાેવા મળશે

સીરિયલ ‘મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ’માં જાેવા મળેલી એક્ટ્રેસ દીપિકા અગ્રવાલ હવે ‘સાથ નિભાના સાથિયા-૨’માં જાેવા મળશે. આ સીરિયલમાં દીપિકા ફેશન ડિઝાઈનરનો રોલ કરશે. સ્નેહા જૈન (ગહેના) અને હર્ષ નાગર (અનંત)ના લીડ રોલવાળી સીરિયલ દ્વારા દીપિકા ચાર વર્ષ બાદ ટીવી પર કમબેક કરશે.

દીપિકાએ કહ્યું, “હા, હું ચાર વર્ષના વિરામ બાદ ટીવી પર કમબેક કરી રહી છું. મારો છેલ્લો પ્રોજેક્ટ ‘મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ’ હતો અને તે નિશ્ચિત એપિસોડનો હતો. આ શોમાં મને અમૃતા રાવ અને દીપ્તિ નવલ સાથે કામ કરવાની મજા આવી હતી. આ ત્રણ વર્ષ દરમિયાન મેં મ્યૂઝિક સિંગલ્સ કર્યા છે. મને વેબ શો પણ ઓફર થયા હતા પરંતુ રોલ મારી ઈચ્છા હતી તેવા નહોતા.”

દીપિકાએ કહ્યું, “મને આનંદ છે કે ‘સાથિયા’માં મને રોલ મળ્યો કારણકે આ શો પોપ્યુલર છે. હું શોમાં ફેશન ડિઝાઈનરના રોલમાં જાેવા મળીશ અને મારો એકદમ સ્ટાઈલિશ અવતાર જાેવા મળશે. આશા છે કે દર્શકોને મારો રોલ પસંદ આવશે.”

દીપિકાએ કહ્યું, “હું ચંડીગઢ પાસેના નાનકડા ગામમાંથી આવું છું અને મુંબઈ આવવા તેમજ શોબિઝમાં કરિયર બનાવવા માટે મારે પકડારોનો સામનો કરવો પડ્યો હતો. હાલ ટેલિવિઝન પર બતાવાતા કન્ટેન્ટ અંગે ટિપ્પણી કરવા માટે હું ખૂબ યુવાન છું. મને લાગે છે કે ટેલિવિઝન ન્યૂકમર્સને તક આપે છે અને મીડિયમનો શ્રેષ્ઠ ગુણ જ આ છે. આ માધ્યમની રિચ પણ ખૂબ દૂર સુધી છે એટલે તમને કોઈ પોપ્યુલર શોમાં કામ મળે છે ત્યારે તમારા કામની નોંધ લેવાય છે.”

દીપિકા પોતાની જાતને એક્ટર તરીકે ટીવી સુધી જ મર્યાદિત નથી રાખવા માગતી. બોલિવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને પરિણીતી ચોપરા દીપિકાની પ્રેરણા છે. તેણે કહ્યું, “હું એવા રોલની શોધમાં છું જે એક્ટર તરીકે મને પડકારે અને મારા ટેલેન્ટ વધુ ખીલવાનો મોકો મળે. પરિણીતી ચોપરા અને ભૂમિ પેડનેકરના કામથી હું પ્રભાવિત છું. મને આશા છે કે ભવિષ્યમાં મને તેમના જેવા રોલ મળે.

Follow Me:

Related Posts