‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફીટનેસ કોચના પાત્રથી પણ ફેમસ નવીના બોલે હવે તેના પતિથી અલગ થવા જઈ રહી છે જે અંગેની માહિતી તેણે એક ઈન્ટવ્યૂમાં આપી છે. નવીના તારક મહેતા શોમાં કામ કરી ચૂકી છે જેમાં તે પહેલા ફીટનેસ કોચ બની હતી જે બાદ તે ફરી સાઈકેટ્રિસ્ટ બનીને શોમાં પોપ્યુલર થઈ હતી. જાેકે તે સિવાય તે અનેક શો કરી ચૂકી છે. ત્યારે હવે તેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
નવીના ટૂંક જ સમયમાં પતીથી છૂટાછેડા લઈ અલગ થવા જઈ રહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેત્રી નવીનાએ કહ્યું કે તેની અંગત જિંદગી સારી નથી ચાલી રહી. અભિનેત્રીએ સાત વર્ષ બાદ લગ્નનો અંત લાવવાનો ર્નિણય કર્યો છે. નવીના અને તેના પતિ જીત કરનાની છૂટાછેડા લઈ રહ્યા છે. અભિનેત્રીએ પોતે એક ઇન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું. નવીનાએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે, જેમાં ‘ઈશ્કબાઝ’, ‘મિલે જબ હમ તુમ’, ‘જીની ઔર જુજુ’, ‘ઝ્રૈંડ્ઢ’, ‘અદાલત’, “તારક મહેતા” જેવા શો સામેલ છે.
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફીટનેશ કોચનું પાત્ર ભજવનાર અભિનેત્રી નવીના બોલે તેના પતિ જીત કરનાની સાથે છૂટાછેડા લઈ રહી છે. અભિનેત્રી છેલ્લા ઘણા મહિનાઓથી તેના પતિથી અલગ રહે છે. નવીનાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં છૂટાછેડાનું કારણ પણ જણાવ્યું છે. નવીનાએ આગળ કહ્યું- ‘જીત તેની સાથે અઠવાડિયામાં બે દિવસ વિતાવે છે. અમારું અલગ થવું સૌહાર્દપૂર્ણ હતું અને અમે માનીએ છીએ કે સાથે દુઃખી રહેવા કરતાં અલગ સુખી જીવન જીવવું વધુ સારું છે. જીત અને મારા લગ્નજીવન શરૂઆતમાં સારું હતું, પણ ધીરે ધીરે બદલાઈ ગયું. લગ્નમાં એકબીજા સાથે વાતચીત અને ગુણવત્તાયુક્ત સમય પસાર કરવો મહત્વપૂર્ણ છે. નવીનાએ થોડો સમય ડેટિંગ કર્યા બાદ ૨૦૧૭માં જીત કરનાની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી, દંપતીએ ૨૦૧૯ માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. નવીના અને જીત કિમાયરા નામની પુત્રીના માતાપિતા બન્યા. હવે બંનેએ લગ્નના ૭ વર્ષ બાદ અલગ થવાનો ર્નિણય લીધો છે. છૂટાછેડા પછી, તેઓ તેમની પુત્રીને સાથે ઉછેરશે.
Recent Comments