એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર નવા ચોંકાવનારા આરોપો લગાવ્યા
ટીવીના મોસ્ટ પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ પોતાના ટ્રેકના કારણે નહીં પરંતુ વિવાદોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ શોમાં બાવરીનો રોલ પ્લે કરનારી મોનિકા ભદોરિયાએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર ઘણા આરોપો લગાવ્યા હતા અને તેની કરતૂતોની પોલ ખોલી હતી. આ દરમિયાન તેણે તે પણ દાવો કર્યો કે શોમાં બબીતાજીનો રોલ ભજવનારી મુનમુન દત્તા પણ ટોર્ચરના કારણે ઘણીવાર શો છોડીને જઇ ચુકી છે. મોનિકાએ કહ્યું કે મુનમુન શોમાં કામ જરૂર કરી રહી છે પરંતુ તેને પણ અસિત મોદીએ ખૂબ ટોર્ચર કરી છે. ઘણીવાર શો છોડી ચુકી છે બબીતાજીઃ મોનિકા ભદોરિયાએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મુનમુન દત્તા પણ ઘણીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી ચુકી છે. તેણે તે પણ ખુલાસો કર્યો કે મુનમુનનો ઘણીવાર અસિત મોદી સાથે ઝગડો થયો છે અને તે શો છોડીને ચાલી ગઇ હતી. તે ઘણા દિવસો સુધી પાછી ન ફરી. તેણે કહ્યું કે, આવું ઘણા સ્ટાર્સ કરી ચુક્યા છે. અસિત મોદી સાથે ઝગડો અથવા કોઇ વાતને લઇને વિવાદ થયા બાદ તે સેટ પરથી ઘણા દિવસો સુધી ગાયબ રહેતા હતાં. મોનિકાએ કહ્યું કે મેકર્સ પહેલા એક્ટર્સને ખૂબ ટોર્ચર કરે છે અને જ્યારે તે સેટ છોડીને ચાલ્યા જાય છે તો તેને કૉલ કરીને વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરે છે. મોનિકા ભદોરિયાએ વધુમાં કહ્યું, “અસિત કુમાર મોદી દરેક સાથે એક જેવો વ્યવહાર કરે છે. તેણે દિશા વાકાણી સાથે પણ ખરાબ વર્તન કર્યુ હશે.
પરંતુ તેણે તેને ક્યારેય ગંભીરતાથી લીધું નથી. તે વસ્તુઓ જતી કરતી હતી. ‘છોડો કોઇ વાત નહીં’, ‘ જવા દો’ અને કોણ જાણો શું-શું. ફીમેલ સ્ટાર્સ સાથે અભદ્ર શબ્દોમાં વાતઃ મોનિકા ભદોરિયાએ તેવો ખુલાસો પણ કર્યો કે મેકર્સ ફીમેલ સ્ટાર્સ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા આવ્યા છે. ઘણીવાર તો તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગે છે. તેમની નજરમાં મહિલાઓની કોઇ ઓકાત નથી. મેલ સ્ટાર્સને સેટ પર વધુ મહત્વ આપવામાં આવે છે. ફીસને લઇને પણ મોનિકાએ કર્યો ખુલાસોઃ મોનિકા ભદોરિયાએ ઇન્ટરવ્યુ દરમિયાન તે વાતને લઇને પણ દાવો કર્યો કે ફીમેલ સ્ટાર્સને મેલ સ્ટાર્સની તુલનામાં ઘણી ઓછી ફીસ મળે છે. ૨૦૧૯માં શો છોડી ચુકેલી મોનિકાએ કહ્યું કે તેણે પણ મેકર્સ પાસેથી લાખો રૂપિયા લેવાના બાકી છે અને તેને હજુ સુધી પૂરી રકમ આપવામાં નથી આવી. મોનિકાએ દિશા વાકાણીને લઇને કર્યો મોટો ધડાકોઃ મોનિકા ભદોરિયાએ આ પહેલા કહ્યું હતું કે, “તે (દિશા વાકાણી) પાછી નથી આવી રહી. તે શોની લીડ હતી. તે ઘણા દિવસોથી ગુમ છે. શું તમને નથી લાગતું કે તેણે (અસિત કુમાર મોદી) તેને પરત લાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હશે? પણ તે પાછી આવવા માંગતી નથી.” મોનિકાએ વધુમાં દાવો કર્યો હતો કે અસિત કુમાર મોદીએ દિશા સાથે પણ ખરાબ વર્તન કર્યું હશે.
Recent Comments