બોલિવૂડ

એક્ટ્રેસ વિદિશા શ્રીવાસ્તવે એવો ફોટોશૂટ કરાવ્યો કે લોકો ભડકી ઉઠ્‌યા

ટીવી શો ભાબીજી ઘર પર હૈંથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ વિદિશા શ્રીવાસ્તવના ઘરે ટૂંક સમયમાં નવું મહેમાન આવનારુ છે. તે ટૂંક સમયમાં મા બનવાની છે. આ વાતનો ખુલાસો વિદિશા શ્રીવાસ્તવે ખુદ કર્યો છે. એક્ટ્રેસે પોતાની પ્રેગ્નેન્સી ફોટોશૂટ કરાવ્યો છે. તેના દ્વારા તેણે પોતાની પ્રેગ્નેન્સીનો ખુલાસો કર્યો છે. વિદિશા શ્રીવાસ્તવના ફોટોશૂટની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. વિદિશા શ્રીવાસ્તવ ભાબીજી ઘર પર હેં માં ભાભીનો રોલ નિભાવે છે. જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર વિદિશા શ્રીવાસ્તવના પ્રેગ્નેન્સીનો ફોટોશૂટની તસ્વીરો શેર કરી છે. આ ફોટોશૂટ તે બે અલગ અલગ ડ્રેસમાં દેખાઈ રહી છે. જેમાં વિદિશા શ્રીવાસ્તવનો બેબી બંપ દેખાઈ રહ્યો છે. એક તસ્વીરમાં એક્ટ્રેસની સાથે તેના પતિ સયાક પોલ પણ દેખાઈ રહ્યો છે. જેમાં તેણે પત્નીના બેબી બંપને પકડેલ છે. બંનેની તસ્વીરમાં શાનદાર અંદાજ દેખાઈ રહ્યો છે. વિદિશા શ્રીવાસ્તવની પ્રેગ્નેન્સીના ફોટોશૂટની તસ્વીરો સામે આવતા જ ખૂબ જ વાયરલ થઈ રહી છે. કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સ તેમની તસ્વીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જાે કે, કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સે વિદિશા શ્રીવાસ્તવને આ ફોટોશૂટ માટે ટ્રોલ કરી રહ્યા છે. એક શખ્સે પોતાની કમેન્ટમાં લખ્યું છે કે, આ બધું સારુ નથી લાગતું. બીજાએ લખ્યું કે, તમાશા, અન્યએ લખ્યું કે, પાગલપંતીની પણ કોઈ હદ હોય.

Related Posts