fbpx
બોલિવૂડ

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદ પર લખનઉમાં દાખલ થયો કેસ

વેલનેસ સેન્ટરનાં નામ પર કરોડોની ઠગીનાં આરોપમાં લખનઉ પોલીસએ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદ પર ગાળીયો કસવાનો શરૂ કરી દીધો છે લખનઉએ હજરતગંજ અને વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર દાખલ કરાવી છે. હવે લખનઉ પોલીસે આ બંને કેસની તપાસ તેજ કરી દીધી છે. લખનઉ પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી ગઇ છે. જ્યારે બીજી ટીમ પણ મુંબઇ પહોંચી ગઇ છે. અને બંનેની પુછપરછ કરવામાં આવી રહી છે. જાે આ કેસમાં બંનેની ભૂમિકા શંકાસ્પદ લાગી તો તેમની ધરપકડ પણ થઇ શકે છે.

એક્ટિંગ ઉપરાંત શિલ્પા શેટ્ટી આયોસિસ સેન્ટર નામથી એક ફિટનેસ ચેઇન પણ ચલાવે છે. આ કપંનીની ચેરમેન શિલ્પા શેટ્ટી છે જ્યારે તેની માતા સુનંદા ડિરેક્ટર છે. આરોપ છે કે, વેલનેસ સેન્ટરની શાખા ખોલવાનાં નામે શિલ્પા શેટ્ટી અને તેની માતાએ બે લોકો પાસેથી કરોડો રૂપિયા લીધા છે. અને જે વાયદો કર્યો હતો તે પૂર્ણ નથી કર્યો. આ મામલે વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાંઓમેક્સ હાઇટ્‌સ નિવાસી જ્યોત્સના ચૌહાણ અને હજરંતગંજ પોલીસ સ્ટેશનમાં રોહિત વીર સિંહે ઠગઇનો કેસ દાખલ કરાવ્યો છે. હવે આ મામલે શિલ્પા શેટ્ટી અને તેની માતાની પૂછપરછ થઇ શકે છે. આ માટે હજરતગંજ પોલીસ અને વિભૂતિખંડ પોલીસે નોટિસ ફટકારી છે.


પોલીસ ટીમ થશે મુંબઇ રવાના- ડીસીપી (ઇસ્ટ) સંજીવ સુમને જણાવ્યું, વિવેચક બીબીડ ચોકી પ્રભારી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પુછપરછ કરવાં માટે સોમવારે મુંબઇ રવાના થશે. આ મામલામાં તમામ પાસાની તપાસ કરવામાં આવશે. સંજીવ સુમને કહ્યું, આ કેસ હાઇ પ્રોફાઇલ હોવાને કારણે પોલીસ તમામ પાસા બારિકીથી તપાસી રહી છે.

હાલમાં, શિલ્પા શેટ્ટીનાં પરિવાર પર ધાત પડી હોય તેમ લાગે છે. એક તરફ તેનો પતિ અને બિઝનેસ મેન રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં છે. તે મામલે પણ શિલ્પા શેટ્ટીની સંડોવણી હોવાની વાતો થઇ રહી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ પ્રોપર્ટી સેલ સમક્ષ આપેલાં નિવેદનમાં શિલ્પા પર આરોપ લગાવ્યો છે કે, શિલ્પાને તેનાં પતિનાં તમામ ગોરખધંધા અંગે જાણ છે. રાજે તેને એમ પણ કહ્યું હતું કે, શિલ્પાને તેનાં વીડિયો ખુબ પસંદ આવે છે તેનું કામ ઘણું જ સારુ છે.

Follow Me:

Related Posts