એક્શન અને સરપ્રાઇઝીસથી ભરપૂર છે ફિલ્મ જવાનલોકોએ આ ફિલ્મનો પ્રતિસાદ આપ્યો કે,”ફિલ્મ ર્ંદ્ભ, પણ ગીતો આકર્ષિત નથી..”
શાહરુખ ખાને આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ પઠાનથી કમબેક કરીને બોક્સ ઓફિસના રેકોર્ડ્સ તોડ્યા હતા. હવે ફિલ્મ ‘જવાન’ સાથે શાહરુખ ખાન રૂપેરી પડદે પાછા ફર્યા છે. પઠાનની સફળતા બાદ ઘણા લોકો કહી રહ્યા હતા કે ‘સ્ટાર પાવર’ જતો રહ્યો છે. ત્યારે ખૂબ જ ઇન્ટેલીજન્ટ એક્ટર તરીકે ઓળખાતા શાહરુખ ખાને હવે ફિલ્મ ‘જવાન’ દ્વારા સાબિત કરી દીધું છે કે તેમને માસ એન્ટરટેઈનર પસંદ કરતાં આવડે છે. શાહરુખ આ વર્ષે પોતાની એવી બીજી ફિલ્મ લાવ્યા છે જે ખરા અર્થમાં મસાલેદાર એન્ટરટેનમેન્ટ પૂરું પાડે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા છે, તેમજ આ ફિલ્મ સાઉથના નિર્દેશક એટલીએ ડાયરેક્ટ કરી છે. જેમાં માત્ર શાહરુખની એક્ટિંગ જ નહીં, ફિલ્મની વાર્તા પણ રસપ્રદ છે.
શું છે ‘જવાન’ની વાર્તા?.. જે જણાવીએ, આ ફિલ્મ વિક્રમ સિંહ રાઠોડની વાર્તા છે, જે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના જવાન છે. જાેકે, વિક્રમ રાઠોડ મુંબઈની એક મેટ્રો ટ્રેનને હાઇજેક કરે છે અને સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરે છે. વિક્રમ રાઠોડને આ કામમાં ૬ યુવતીઓ પણ મદદ કરતી જાેવા મળે છે. જેમાં વિક્રમ રાઠોડની વિરુદ્ધ દેશના સૌથી મોટા આર્મ્સ ડીલર્સમાંથી એક કાલી ગાયકવાડ છે, જે સેનાના જવાનોને શસ્ત્રો પૂરા પાડે છે. કાલી એક મોટો બિઝનેસમેન છે, જેની વિક્રમ રાઠોડ સાથે જૂની દુશ્મની છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન વિક્રમ રાઠોડ અને તેના પુત્ર આઝાદ એમ બે રોલમાં જાેવા મળે છે, એટલે કે શાહરુખ ખાનનો આ ફિલ્મમાં ડબલ રોલ જાેવા મળશે. ત્યારે હવે ફિલ્મમાં લેડી આર્મી કેમ છે, વિક્રમ રાઠોડ દુશ્મન કેમ બની ગયો છે અને આઝાદ શું કરી રહ્યો છે, આ બધા જ સવાલોનો જવાબ મેળવવા માટે તમારે ફિલ્મ જાેવી રહી..
જાે વાત કરીએ આ ફિલ્મના ફર્સ્ટ હાફની, તો ફર્સ્ટ હાફ ખૂબ જ કસાયેલો અને ઘણી બધી સરપ્રાઈઝથી ભરપૂર છે. ફિલ્મમાં ઘણા બધા ટ્વીસ્ટ છે, જેના કારણે તમને એક સેકન્ડ માટે પણ ફિલ્મની વાર્તા કંટાળાજનક નહીં લાગે. ફિલ્મ શરુ થતાં જ તેના પ્રથમ સીનથી તમને એટેચમેન્ટ થઇ જશે, તેમજ ફિલ્મના દરેક ભાગમાં સરપ્રાઈઝ છે, જે તમારા મનમાં આગળ શું થશે તેની ઉત્સુકતા જાળવી રાખશે. ફિલ્મ માત્ર એક વાર્તા પર જ નથી, પરંતુ ફિલ્મમાં નાની-નાની વાર્તાઓ છે. ફિલ્મ રિલીઝ થતાં પહેલાં એક વાત વહેતી થઇ હતી કે, તમે ક્યારે એક સાથે ઘણા કલાકારોને સાથે જાેશો અને ક્યારે તેમને મિસ કરી દેશો, તે તમને જ નહીં ખબર પડે, કારણ કે આ ફિલ્મમાં ઘણા બધા કલાકારોએ કામ કર્યું છે.
આ ફિલ્મમાં મુખ્ય કલાકારો સાથે દીપિકા પાદુકોણ અને સંજય દત્ત જેવા સરપ્રાઇઝીસ પણ જાેવા મળશે, જેને મોટા પડદે જાેવાની મજા આવશે. ઘણા લોકો પઠાનમાં શાહરુખની એક્શન જાેઈને ખૂબ જ ઈમ્પ્રેસ થયા હતા, પરંતુ પઠાન તો એકમાત્ર ટ્રેલર જ હતું. તેનું ફૂલ વર્ઝન તમને ફિલ્મ જવાંમાં જાેવા મળવાનું છે. આ ફિલ્મમાં ખૂબ જ જાેરદાર એક્શન સિક્વન્સ છે. તો બીજી તરફ એટલી તેમના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પારંગત છે. તેઓ જાણે છે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ છે, જે થિયેટરમાં બેઠેલા દર્શકોનો મૂળ બનાવી કે બગાડી શકે છે. એટલી માસ એન્ટરટેઈનર ફિલ્મમોના બાદશાહ છે અને તેમણે જવાનમાં બાદશાહત ખરા અર્થમાં દેખાડી છે. ફિલ્મની એક્શન હોય કે પછી તેની વાર્તા કે પછી તેના ઈમોશનલ સીન દર્શાવવાની રીત, સાઉથ ફિલ્મોની પોતાની એક રૉ-એન્ડ-રસ્ટિક સ્ટાઇલ છે, જે નોર્થ ઇન્ડિયન દર્શકોને ખૂબ જ પસંદ પડે છે. ‘જવાન’માં પણ દિગ્દર્શનો આ અંદાજ તમને જાેવા મળે છે.
જાેકે, જવાનની દુખતી રગ તેનું મ્યુઝિક છે, જે એટલું આકર્ષિત નથી. ફિલ્મના ગીતો તેના સ્તર પર દર્શકોને આકર્ષિત નથી કરી શક્યા. તેમજ મસાલા એન્ટર્ટેઈનરના સાઈડ ઇફેક્ટ્સ આ ફિલ્મમાં પણ જાેવા મળે છે, જેમ કે ઈન્ટરવલ પહેલાં એક સીનમાં નયનતારાને ગોળી વાગે છે, પરંતુ બીજા જ સીનમાં ગોળી વાગવા સાથે સંબંધિત દ્રશ્ય જ નથી. ફિલ્મમાં રાતના એક્શન સીનમાં પોલીસ ઓફિસર બનેલી નયનતારા કાળા ચશ્મા પહેરેલી જાેવા મળે છે. ક્લાઇમેક્સના સીનમાં બહાર ઉભેલી પોલીસ જેલમાં ઘૂસવામાં અસમર્થ છે, તો જેલમાં ગુંડા કેવી રીતે ઘુસી ગયા તે નથી સમજાતું. જાે તમે આ બધી બારીકીઓ પર ધ્યાન નથી આપતા, તો ફિલ્મ મસાલેદાર જ છે. જાે ઓલ ઓવર લોકોએ આપેલા રેટિંગસ જણાવીએ ડીટેઈલ્ડ રેટિંગમાં ફિલ્મની વાર્તાઃ ૩.૫/૫ મળ્યા, સ્ક્રીનપ્લેઃ ૩.૫/૫, ડાયરેક્શનઃ ૩.૫/૫, સંગીતઃ ૩/૫ મળ્યા છે.
Recent Comments