પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ૧૪,૮૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્સપ્રેસ વેનો ઉદ્ધાટન કર્યું. આ વિશેષ આયોજનના અવસરે પીએમ મોદી જાલૌન પહોંચ્યા. આ દરમિયાન પીએમ મોદી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત યુપી કેબિનેટના અનેક મંત્રીઓ મંચ પર હાજર રહ્યા. ૨૮ મહિનામાં બનીને તૈયાર થયેલા આ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન બાદ દિલ્હીથી યુપીના ચિત્રકૂટનું અંતર ઘટીને સાત કલાક થઈ જશે. ૨૯૬ કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ વેને બનાવવામાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. આ એક્સપ્રેસ વેમાં ૨૪ કલાક એમ્બ્યુલન્સની સુવિધા રહેશે. ૨૦૨૦માં તેનો શિલાન્યાસ થયો હતો અને આજે ૧૬ જુલાઈ ૨૦૨૨ના રોજ પીએમ મોદીના હસ્તે તેનું ઉદ્ધાટન થયું.
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ એક્સપ્રેસ વે બુંદેલખંડની ગૌરવશાળી પરંપરાને સમર્પિત છે. જે ધરતીએ અગણિત શૂરવીર પેદા કર્યા જ્યાંના લોહીમાં ભારતભક્તિ વહે છે, જ્યાંના પુત્ર-પુત્રીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે, તે બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વેની આ ભેટ આપતા મને વિશેષ ખુશી મળી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે બુંદેલખંડ એક્સપ્રેસ વેથી ચિત્રકૂટનું અંતર ૩-૪ કલાક તો ઓછું થયું જ છે પરંતુ તેનો લાભ તેનાથી પણ અનેકગણો વધુ છે. આ એક્સપ્રેસ વે અહીં વાહનોને ગતિ આપવા સાથે સમગ્ર બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ ગતિ આપશે. પીએમ મોદીએ કહ્યું કે હું દાયકાઓથી ઉત્તર પ્રદેશ આવતો જતો રહ્યો છું. યુપીના આશીર્વાદથી છેલ્લા ૮ વર્ષથી દેશના પ્રધાનસેવક તરીકે કામ કરવાની તમે બધાએ જવાબદારી આપી છે.
પરંતુ મે હંમેશા જાેયું છે કે જાે યુપીમાં ૨ મહત્વપૂર્ણ ચીજાે જાેડવામાં આવે, તો ઉત્તર પ્રદેશ પડકારોને પડકારવાની ખુબ મોટી તાકાત સાથે ઊભું થઈ જશે. પહેલો મુદ્દો હતો- અહીંની ખરાબ કાયદો વ્યવસ્થા, પહેલા શું હાલ હતાં તે તમે બધા જાણો છો. બીજાે- દરેક પ્રકારથી ખરાબ કનેક્ટિવિટી. પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સમય હતો કે જ્યારે એવું મનાતું હતું કે હેરફેરના આધુનિક સાધનો પર પહેલો અધિકાર ફક્ત મોટા મોટા શહેરોનો છે.
પરંતુ હવે સરકાર બદલાઈ છે, મિજાજ પણ બદલાયો છે. આ મોદી છે, યોગી છે, જૂની સોચ પાછળ છોડીને અમે એક નવી રીતે આગળ વધી રહ્યા છીએ. યુપી નવા સંકલ્પોને લઈને હવે તેજ ગતિથી દોડવા માટે તૈયાર થઈ ગયું છે. અહીં બધાનો સાથ છે, બધાનો વિકાસ છે. કોઈ પાછળ ન રહી જાય, બધા મળીને કામ કરે, આ દિશામાં ડબલ એન્જિન સરકાર સતત કામ કરી રહી છે. યુપીના નાના મોટા જિલ્લાઓ હવાઈ સેવા સાથે જાેડાય તે માટે પણ ઝડપથી કામ થઈ રહ્યું છે.:
Recent Comments