એક્સ્ટ્રા મેરિટલ અફેરની ચર્ચા પછી કરન મેહરા-હિમાંશી પરાશરએ કમેન્ટ સેક્શન લોક કર્યું
હિમાંશી પરાશરે એપ્રિલ મહિનામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ પોસ્ટ પર સો.મીડિયા યુઝર્સની કમેન્ટનો ઢગલો થઈ જતા કરન અને હિમાંશીએ પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં કમેન્ટ સેક્શન લોક કર્યું છે. હિમાંશીએ પંજાબી શો ‘માવાં ઠંડિયા છાવાં’ના સેટનો વીડિયો સેટ કર્યો હતો, જેમાં જમીન પર બેઠેલી હિમાંશીની મદદ કરવા કરણ આગળ આવે છે.
હિમાંશીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, કરનનું કહેવું છે કે હું ડાઉન ટુ અર્થ પર્સન છું. મને ખબર છે આ બકવાસ છે. જવાબમાં કરણે લખ્યું, મેં કહ્યું એટલા બધા પણ નહીં કે તમે જમીન પર આવી જાઓ. હિમાંશીએ વળતા જવાબમાં લખ્યું, તમારા માટે અમે ગમે ત્યાં પડી જઈશું, કરણ જી.
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફૅમ કરન મેહરાનો પત્ની નિશા રાવલ સાથે ડિવોર્સ અંગે ઝઘડો ચાલી રહ્યો છે. નિશાએ પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. પોલીસે ધરપકડ બાદ કરનને જામીન પર છોડ્યો હતો. નિશાએ કહ્યું હતું, તેના પતિનું એકસ્ટ્રા મેરિટલ અફેર ચાલે છે. આ દરમિયાન કરન મેહરાની કો-સ્ટાર હિમાંશી પરાશર સાથેની તસવીરો સો.મીડિયામાં વાઈરલ થઈ છે.
કરન તથા હિમાંશીની જાેડીએ પંજાબી સિરિયલ ‘માવાં ઠંડિયા છાવાં’માં સાથે કામ કર્યું છે. આ બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. ચાહકો આ બંનેને ઈંદ્ભટ્ઠદૃદ્ગૈ તરીકે ઓળખે છે. આ સિરિયલમાં કરન મેહરાએ પોલીસની ભૂમિકા ભજવી છે. બંનેનું પંજાબમાં જબરજસ્ત ફેન ફોલોઈંગ છે.
જાેકે, જ્યારથી નિશાએ કરનના એકસ્ટ્રા મેરિટલ અંગે વાત કરી છે, ત્યારથી હિમાંશી પરાશર ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. કરને સો.મીડિયામાં હિમાંશી સાથેની અનેક તસવીરો શૅર કરી છે. એક સમયે આ તસવીરો પર યુઝર્સે ઘણી જ સારી કમેન્ટ્સ કરી હતી, પરંતુ હવે યુઝર્સ આ બંનેને ટ્રોલ કરી રહ્યાં છે. જાેકે, પછીથી હિમાંશી તથા કરન બંનેએ પોતાના સો.મીડિયા અકાઉન્ટનું કમેન્ટ બોક્સ બંધ કરી દીધું હતું.
Recent Comments