ગુજરાત

એક્સ્પર્ટોનું કહેવું છે કે, કોરોના અને ઈન્ફલ્યુએન્ઝાની વેક્સીન અલગ અલગ નહિ લેવી પડે

હાલમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. ધીરે ધીરે તેના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જાેકે, કોરોનાના એક પછી એક નવા વેરિયન્ટ આવી જ રહ્યાં છે. બીજીતરફ આ વખતે ઈન્ફ્લુએન્ઝાના પણ કેસ જાેવા મળ્યા છે ત્યારે મેડિકલ ક્ષેત્રના ખુબ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે કે, કોરોના અને ઈન્ફ્લુએન્ઝાની વેક્સીન જે અલગ અલગ લેવી પડે છે તે નહિ લેવી પડે. ત્યારે એ જાણવું પણ જરુરી બની જાય છે કે ક્યાં સુધીમાં આ નવી વેક્સીન માર્કેટમાં આવતી થશે અને આ વેક્સીન કેટલી ઉપયોગી સાબિત થશે અને તે અંગે તબીબી નિષ્ણાતો શું માની રહ્યાં છે. માત્ર ભારત જ નહિ સમગ્ર દુનિયામાં પાછલા ૨૦૧૯થી હાહાકાર મચાવ્યો છે તે કોરોના ફરી એકવાર ભારતમાં માથુ ઉચકી રહ્યો છે. જાેકે, કોરોનાના વધતા કેસો સામે તો આરોગ્ય તંત્ર એલર્ટ થઈને ધ્યાન આપી રહ્યું છે. પરંતુ હવે એ દિવસો દુર નથી કે કોરોના અને ઈન્ફ્લુએન્ઝાની રસીનો ડોઝ એક સાથે મળતો થઈ જાય. અત્યાર સુધી બંનેના અલગ અલગ વેકસીનના ડોઝ લેવાની ફરજ પડતી હતી

પરંતુ હવે એકજ વેક્સીન કોરોના અને ઈન્ફ્લુએન્ઝાને ખતમ કરવા કારગર નીવડશે. કારણ કે વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે કે કોરોનાના તમામ વેરિયન્ટ અને ઈન્ફ્લુએન્ઝાને એક જ વેક્સીનથી મ્હાત આપી શકાય. કોરોનાથી તો સૌ કોઈ વાકેફ છે પરંતુ ઈન્ફ્લુએન્ઝા શું છે તેના પર નજર કરીએ તો. ઈન્ફ્લુએન્ઝા ફ્લૂ, કોમન કોલ્ડ અથવા તો શરદી તરીકે ઓળખાય છે. સમગ્ર વિશ્વમાં દરવર્ષે કરોડો લોકોને ફ્લુ થાય છે. ફ્લુના લક્ષણોની વાત કરવામાં આવે તો તાવ આવવો, માથાનો દુખાવો થવો, નાકમાંથી પાણી આવવું કે છીંકો આવવી, ગળામાં દુખાવો થવો, શરીરમાં કળતર કે દુખાવો થવો, સખત થાક લાગવો, ભૂખ ના લાગવી, શ્વાસ ચઢવો, છાતીમાં રૂંધામણ થવી વગેરે છે. ઘણીવાર ફ્લૂના કારણે ફેફસાં ફેઈલ થતાં ન્યુમોનિયા કે મલ્ટિઓર્ગન ફેલ્ચોર થઈ શકે છે. આવા સંજાેગોમાં દર્દીની હાલત ખૂબ જ ગંભીર થઈ જાય છે.

આ અંગે સિનિયર ચેસ્ટ એન્ડ ક્રિટીકલ કેર સ્પેશિયલીસ્ટ ડો. મનોજસિંઘ જણાવે છે કે, ઈન્ફ્લુએન્ઝાની વેકસીન જ્યારે સ્વાઈન ફ્લુ આવ્યો તેના પછી બની છે. વર્ષ ૨૦૦૯ પછી આ વેક્સીન ૧૪ વર્ષથી દુનિયામાં છે. ઈન્ફ્લુએન્ઝાના તમામ પ્રકારના પેસન્ટ સાથે ઈમ્યુન ફ્રેન્ડલી થઈ જાય છે અને ઈન્ફ્લુ એન્ઝા થવા દેતો નથી. ઈન્ફ્લુએન્ઝાની આ રસી માત્ર કોરોના પર અસરકાર ન હતી જેથી એડલ્ટ લોકોને જેમણે ઈન્ફ્લુએન્ઝાની વેકસીન લીધી હતી તેમને પણ પણ કોરોના થઈ ગયો હતો. કારણ કે, કોરોના એ નવો સ્ટ્રેન હતો. હવે એવી શોધ થઈ રહી છે કે કોરનાની વેક્સીન અને ઈન્ફ્લુએન્ઝાની વેકસીન બંને સાથે આવે જેથી દર્દીઓએ બે વેક્સીન ન લેવી પડે. તમે જુઓ કે હાલમાં કોરોનાની કોઈ નવી વેક્સીન આવી નથી. એટલે શોધ એવી ચાલી રહી છે કે કોરોનાની તમામ સ્ટ્રેન તેમાં ઈન્ક્‌લુડ થઈ જાય અને સાથે ઈન્ફ્લુએન્ઝા પણ ઈન્કલુડ થઈ જાય જેથી બે અલગ અલગ વેક્સીન લેવી ન પડે. હાલ વૈજ્ઞાનિકો આ મામલે સંશોધન કરી રહ્યાં છે અને આગામી ૨ વર્ષમાં આ નવી વેક્સીન લોકોને મળતી થાય તેવી શક્યતા છે.

Related Posts