fbpx
અમરેલી

એક કદમ વ્યાવહારિક અને વ્યવસાયિક જ્ઞાન તરફ. સાવરકુંડલા શહેરમાં આવેલ એમ. એલ. શેઠ ઇંગ્લીશ મિડિયમ હાઈસ્કૂલના બાળકોએ રાજકોટ ખાતે આવેલ બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ અને ગોપાલ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડની મુલાકાત લીધી. 

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના અભ્યાસક્રમની સાથે વ્યાવહારિક જ્ઞાન તથા વ્યવસાયિક જ્ઞાન હોવું જરૂરી છે.  આ પ્રકારનું વાણિજ્ય ક્ષેત્ર અને વૈજ્ઞાનિક ક્ષેત્રે વ્યવહારિક જ્ઞાન મળી રહે તે માટે સાવરકુંડલાની શ્રી એમ.એલ.શેઠ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કુલના વિદ્યાર્થીઓને રાજકોટ ખાતે બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડની તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ રાજકોટ ખાતે  મુલાકાત કરી હતી.

આ મુલાકાતમાં બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડના રિસર્ચ અને ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કઈ પદ્ધતિથી અને કઈ ટેકનોલોજી દ્વારા કંપની કાર્ય કરે છે તેમજ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટની અંદર પ્રોડક્શન કઈ રીતે બને છે કંપનીની માર્કેટિંગ પોલિસી વિશે અને આધુનિક પ્લાન્ટ દ્વારા થતા કર્યોની જાણકારી વિદ્યાર્થીઓએ મેળવેલ સાથોસાથ બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર વિરાણી સાહેબે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાતો અને પોતાના અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા સાથોસાથ વિદ્યાર્થીઓને સતત કાર્ય કરતાં રહેવું અને આપણા દેશને સ્વચ્છ રાખવા ઉપર ખાસ ભાર આપીને વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ ઉપરાંત ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં પણ આ જ પ્રકારની માહિતી વિદ્યાર્થીઓએ મેળવેલી છે.

શાળાના શિક્ષક શ્રી સંદીપભાઈ સોલંકી તથા શ્રી ધર્મેશ સર રાઠોડ તેમજ કૃપાલી મેડમ અને ધરા મેડમે વિદ્યાર્થિનીઓની સાથે રહીને આ સમગ્ર મુલાકાતને સફળતાના શિખર સુધી પહોંચાડી હતી.વિદ્યાર્થીઓને વ્યાવહારિક જ્ઞાન આપવા બદલ  શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવલ સાહેબ તથા કેમ્પસ ડાયરેકટર શ્રી સંદીપકુમાર ખડદિયા સાહેબ તેમજ સમગ્ર શાળા પરિવાર બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો આભાર પણ  માન્યો હતો.

Follow Me:

Related Posts