અમરેલી

એક તો આ ભર ઊનાળાની પ્રખર ગરમી  અને એમાં પણ મોસમનો બદલતો મિજાજ લોકો તો ઠીક અહીં પશુઓ પણ છે ગરમી વચ્ચે પરેશાન

આમ તો આપણાં દેશમાં ઋતુઓનું એક નિશ્ર્ચિત ઋતુ ચક્ર જોવા મળતું પરંતુ છેલ્લા બે ચાર  વર્ષથી તો આ ઋતુ ચક્રમાં પણ નોંધનીય પરિવર્તન જોવા મળે છે.!!

ક્યારે મોસમ તેનો મિજાજ બદલે તે કહી ન શકાય. ધોમધખતાં તાપમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવે અને મોસમ ક્યારે બદલાય જાય તે સ્પષ્ટરીતે કહી તો ન શકાય..!! જો કે હાલ તો  ઉનાળો એટલે ઉનાળો જ છે તાપમાનનો પારો આસમાને પહોંચતો જોવા મળે છે.

    લોકો ગરમીથી બચવા માટે ડંઠાઈ, લચ્છી, ઠંઠા પીણાં, લીંબુ પાણી કે આઈસ્ક્રીમ જેવી ગરમીમાં રાહત આપતી ચીજોનું સેવન કરતાં જોવા મળે છે. શહેરમા આર્થિક રીતે પહોંચતાં લોકોએ તો એરકન્ડીશનનો વપરાશ પણ ચાલુ કરી દીધો હોય છે. જ્યારે આમજનતા પણ ગરમીમાં રાહત મેળવવા માટે પંખા કે કુલર વાપરતાં જોવા મળે છે.

  ગરમીનાં પ્રકોપથી બચવા લોકો કાચી કેરી અને ડુંગળીનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરતાં જોવા મળે છે. ગરમીથી બચવા બહાર નીકળતી વખતે હેટ કે ટોપી અથવા ઓઢણાંથી સમગ્ર ચહેરાને ઢાંકીને નીકળતાં જોવા મળે છે.

 જ્યારે પશુ પક્ષી કોઈ છાયા કે ઘટાદાર વૃક્ષોની ઓથ શોધતાં જોવા મળે છે. સગવડવાળા લોકો સ્વીમીંગ પુલો તથા રિસોર્ટનો આનંદ લેતાં જોવા મળે છે  હા, પશુપાલન કરતાં લોકો માટે આ ઉનાળામાં ધાસચારો અને પશુઓને પીવાના પાણીની સમસ્યા પણ ભારે સતાવતી હોય છે.

  જો કે જલ સે નલ યોજનાથી ઘણાં ગામને પીવાનું શુદ્ધ પાણી તો પ્રાપ્ત થયું છે. છતાં ઉનાળામાં થોડે ઘણે અંશે પાણીની અછત પણ સર્જાય તો છે. જો કે સાવરકુંડલા શહેરમાં પાણી પુરવઠો પૂરતાં પ્રમાણમાં મળી રહે તે માટે આગોતરું આયોજન પણ જરૂરી છે. સાવરકુંડલા શહેરમાં હાલ તો પાણીની એવી જોરદાર સમસ્યા તો નથી. પણ ચેતતા નર સદા સુખી.. એ મેનેજમેન્ટનો એક સીધો નિયમ છે.. 

  આમ તો આપણે પણ ઊનાળાની ગરમીમાં ઘણી વખત બે બે વખત સ્નાન કરીને ગરમીથી રાહત મેળવવા પ્રયત્ન કરીએ છીએ.

  આમ પણ પાણી, ગરમી અને ભેંસને એક ગજબનું જોડાણ હોય છે. પાણી ભાળ્યું કે ભેંસ પાણી પીવા માટે પણ સંપૂર્ણ પાણીમાં જ બેસી જતી પણ ક્યારેક જોવા મળે છે. એટલે જ એક કહેવત પણ છે ને કે ગઈ ભેંસ પાનીમેં 

  આ તસવીરમાં ગરમીનાં પ્રકોપથી બચવા માટે આ કાળઝાળ ગરમીમાં કોઈ છાયાવાળી જગ્યાની ઓથ લેતાં પશુ  પણ જોવા મળે છે.

  ખાસ કરીને ઉનાળામાં તરસ્યા પક્ષીઓને પાણી મળી રહે તે માટે લોકો પોતાના ઘરોની આસપાસ પાણીનાં કુંડા પણ મૂકે છે. તો સગવડવાળા જીવદયા પ્રેમી લોકો ઘર બહાર પશુઓને પાણી મળી રહે તે ઉદ્દેશ સાથે નાની પાણીની ટાંકીઓ પણ પાણીથી  ભરેલી રાખતાં હોય છે..આમ ઉનાળાના ગરમી પ્રકોપમાં સમગ્ર જડ ચેતન આકુળ વ્યાકુળ થતું જોવા મળે છે.. માનસિક દિવ્યાંગજનોને આ ગરમી ભારે પરેશાન કરતી હોય છે. આ સમય દરમ્યાન તેઓનાં મગજમાં એક અજબ આંતરિક મનો તોફાન પણ જોવા મળતું હોય છે..

Related Posts