fbpx
અમરેલી

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં તા. ૧૪ ઓગસ્ટ સુધીમાં એક લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે સમગ્ર દેશમાં “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ શરુ છે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી  તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો અને માર્ચ-૨૦૨૫ સુધીમાં  ૧૭ કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શનમાં મનરેગા યોજના અને વોટરશેડ યોજના અંતર્ગત સમગ્ર જિલ્લાની ૨૫૭ ગ્રામ પંચાયત અને ૭૫ અમૃત સરોવર સહિત ૩૨૭ સ્થળો પર વૃક્ષારોપણ થશે.  અભિયાન અંતર્ગત તા.૧૪ ઓગસ્ટ સુધીમાં એક લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક છે, જેમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને નાગરિકો જોડાશે. આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી માટે વધુમાં વધુ લોકો જોડાય તે માટે અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

Follow Me:

Related Posts