એક ફોટોગ્રાફરે સલમાનને કહ્યું હતું તે મને જબરદસ્તી કિસ કરી લેઃ ભાગ્યશ્રી
સલમાન ખાન અને ભાગ્યશ્રી ની ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’ને રિલીઝ થયાને આજે ૩૧ વર્ષ પુરા થયા. સલમાન ખાન સાથે ડેબ્યુ કરનારી ભાગ્યશ્રીએ પોતાની ભોળાશ અને શાનદાર અભિયનના જાેરે લોકોના દિલ જીતી લીધા હતાં. આ ફિલ્મના ગીત જ એટલા સુપરહિટ થયા હતાં કે, લોકો તેને ખુબ સાંભળતા અને ગાતા હતાં. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી એ હદે હિટ થઈ હતી કે, બંનેને એકસાથે ફોટોશૂટ કરાવવાની ઓફર મળવા લાગી હતી. ભાગ્યશ્રીએ એક વાતચીત દરમિયાન એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જેને લઈને લોકો દંગ રહી ગયા હતાં.
બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીએ કહ્યું હતું કે, તે સમયે એક જાણીતા ફોટોગ્રાફર હતા જે હાલ જીવીત નથી. તેઓ સલમાન ખાન અને મારા હેટલાક હોટ ફોટો પાડવા માંગતા હતાં. તેમણે એક ફોટોશૂટ વખતે સલમાન ખાનને એક ખુણામાં લઈ જઈને કહ્યું હતું કે, જ્યારે હું કેમેરા સેટઅપ કરૂ ત્યારે તું એને (ભાગ્યશ્રી)ને પકડીને કિસ કરી લેજે. ભાગ્યશ્રીએ કહ્યું હતું કે, ફોટોગ્રાફરે જે કહ્યું તે વાત મેં સાંભળી લીધી હતી. સલમાન અને ફોટોગ્રાફરને ખબર નહોતી કે હું તેમની નજીક જ ઉભી હતી અને આ વાત સાંભળી રહી હતી. ફોટોગ્રાફરની આ પ્રકારની વાતે મને થોડી ચોંકાવી દીધી હતી.
પરંતુ સલમાને જે પ્રકારનો જવાબ આપ્યો તેને મને ઘણી હિંમત બંધાઈ હતી. ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, સલમાન ખાને કહ્યું હતું કે, હું આવુ કંઈ જ નહીં કરૂ. જાે તમારે આ પ્રકારનો કોઈ પોઝ જાેઈતો હોય તો તમારે ભાગ્યશ્રી સાથે વાત કરવી પડશે. સલમાન ખાનની આ વાત સાંભળી જાણે કે મારા જીવમાં જીવ આવ્યો હતો. ભાગ્યશ્રીએ ઉમેર્યું હતું કે, તે સમયે અમે એકદમ નવા હતા જેથી ફોટોગ્રાફરને લાગ્યું હશે કે તે જે કહેશે એ વાત માનીને અમે એમ કરી લઈશું. ભાગ્યશ્રીએ કહ્યું હતું કે, એ જમાનામાં કિસિંગ સીન ફિલ્મી પડદે દેખાડવામાં નહોતા આવતા.
Recent Comments