એક ભારત–ભવ્ય ભારત સબસે પ્યારા દેશ હમારા સારહી યુથ કલબ–નગર પાલીકાના સંયુકત ઉપક્રમે રાજયના સહકાર, યુવક–સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક શામ રાષ્ટ્ર કે નામ સ્વાતંત્રપર્વની શાનદાર ઉજવણી માટે તડામાર તૈયારી
મુખ્ય મહેમાનપદે સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, મહામંત્રીઓ ભુપેન્દ્રભાઈ બસીયા, રાજેશભાઈ કાબરીયા, શહેર પ્રમુખ તુષાર જોષી સારહી યુથ કલબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, મનીષાબેન સંજયભાઈ રામાણી દ્રારા અમરેલી શહેરની રાષ્ટ્રપ્રેમી–ધમ૬/ગ્:ત્સપ્રેમી જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ
દિવ્ય અને ભવ્ય ભારતના સ્વતંત્રતા પવ૬/ગ્:ત્સની ઉજવણી અમરેલી ખાતે સંગીતની આત્મીય સુરાવલીઓ અને દેશના ભવ્ય વારસાને ઉજાગર કરતી કૃતિઓ નગર નાગરિકો સમક્ષ રજુ કરીને શાનદાર રીતે ઉજવાની તડામાર તૈયારીઓ શહેરની નામાંકીત સેવાભાવી સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી અને નગર પાલીકાના સંયુકત ઉપક્રમે કરવામા આવી રહી છે. તા.૧૪/૦૮/ર૦ર૧, શનિવારના રોજ રાત્રીના ૮–૩૦ કલાકે દિલીપ સંઘાણી સાંસ્ક૬૩ઘઠસતિક હોલ ખાતે આયોજીત ” એક શામ રાષ્ટ્ર કે નામ ” કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન રાજયના સહકાર, યુવક અને સંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સંભાળશે જયારે મુખ્ય મહેમાનો તરીકે સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રીઓ ભુપેન્દ્રભાઈ બસીયા, રાજેશભાઈ કાબરીયા અને શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોશી ઉપસ્થિત રહેનાર હોઈ, કાર્યક્રમમા અમરેલી શહેરની રાષ્ટ્રપ્રેમી–ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રણ.
અત્રે એ નોંધનીય છે કે, સારહી યુથ કલબ અનેક પ્રકારની સામાજીક–ધાર્મિક અને રાષ્ટ્રિય પર્વોની પરંપરાગત શાનદાર ઉજવણી કરીને લોકજાગૃતિ કેળવવાનું કામ કરી રહી છે એટલુ જ નહિં પરંતુ કોરોના સંક્રમણમા રસીકરણ, ઓકસીજન, સાત્વીક ભોજન સહિતની સવલતો જરૂરતમંદો સુધી પહોચતી કરવાનું કામ ઉપરાંત હોસ્પિટલના બિછાને રહેલ દદીઓને ફુટ વિતરણ કરવાનું નિરંતર કામ સેવાની જયોત સમાન છે તેવું સારહી યુથ કલબ દ્વારા જણાવેલ છે.
Recent Comments