એક મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદી સાથે સરખામણી કર્યા બાદ સોશિયલ મીડિયામાં મચી ગયો ખળભળાટ
કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં ક્લાસ દરમિયાન એક મુસ્લિમ વિદ્યાર્થીની આતંકવાદી સાથે સરખામણી કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. પ્રોફેસરે કથિત રીતે વિદ્યાર્થીનું નામ પૂછ્યું અને મુસ્લિમ નામ સાંભળીને કહ્યું, ‘ઓહ, તમે કસાબ જેવા છો.’ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટીએ તરત જ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા હતા. જાે કે, પ્રોફેસરે આ ઘટના માટે માફી માંગી અને કહ્યું કે વિદ્યાર્થી તેમના પુત્ર જેવો છે. આ વીડિયોમાં જ્યારે પ્રોફેસર તેને આતંકવાદી કહે છે ત્યારે વિદ્યાર્થી ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તમે આવું નિવેદન કેવી રીતે આપી શકો? તેના પર પ્રોફેસર કહે છે કે તે મજાકમાં કહેવામાં આવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીએ ફરીથી વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તે મજાકમાં નથી. વિડિયોમાં વિદ્યાર્થી કહે છે કે ‘૨૬/૧૧ મજાક નથી, મુસ્લિમ હોવાને કારણે અને આ દેશમાં આવી બાબતોનો સામનો કરવાની મજા નથી’ આના પર પ્રોફેસર કહે છે કે મને માફ કરજાે, માફ કરજાે.
તમે મારા પુત્ર સમાન છો. તેના પર વિદ્યાર્થી કહે છે, ‘શું તમે પણ તમારા પુત્ર સાથે આવું વર્તન કર્યું હશે? શું તમે તેને ક્લાસમાં બધાની સામે આતંકવાદી કહેશો? વિદ્યાર્થીએ પ્રોફેસરને કહ્યું કે માત્ર સોરી કહેવાથી ફાયદો નહીં થાય. સાહેબ તમે તમારી જાતને અહીં કેવી રીતે પ્રેજેંટ કરો છો તેનાથી ખ્યાલ બદલાતો નથી. આ વીડિયોને લઈને તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના બાદ પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે ફરી એકવાર ચર્ચા થઈ હતી અને પ્રોફેસરે અંગત રીતે માફી પણ માંગી હતી. બંને વચ્ચે મામલો ઉકેલાઈ ગયો હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. યુઝર્સે પ્રોફેસરનો ક્લાસ લેવાનું ચાલુ કર્યો છે. લોકોનું કહેવું છે કે વિદ્યાર્થીને આતંકવાદી કહેવું બિલકુલ યોગ્ય નથી અને પ્રોફેસરને શોભતું નથી. જાે કે વિદ્યાર્થીનું કહેવું છે કે તેને ભૂલ સમજીને ભૂલી જવું વધુ સારું છે.
Recent Comments