fbpx
રાષ્ટ્રીય

એક રિપોર્ટ પ્રમાણે કહેવાય છે કે, ‘રશિયા તેલ ઉત્પાદન ઘટાડવાની કરી રહ્યું છે તૈયારીઓ…’

ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર રશિયા ટૂંક સમયમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટાડી શકે છે. માર્ચમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં પ્રતિ બેરલ ૫ કિલોલીટરનો ઘટાડો થઈ શકે છે. આ સમાચાર બાદ ક્રૂડ ઓઇલમાં તેજી જાેવા મળી છે. દ્ગઅદ્બટ્ઠટ પર કિંમત ૨ ટકા વધીને પ્રતિ બેરલ ૮૦ ડોલરની નજીક પહોંચી ગઈ છે. તેમજ બ્રેન્ટ ક્રૂડની કિંમત ૨.૫ ટકા વધીને બેરલ દીઠ ૮૬ ડોલર પર પહોંચી ગઈ છે.

યુરોપિયન યુનિયન ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ અને રશિયન ક્રૂડ ઓઈલ પર ય્૭ કિંમત મર્યાદા બાદ રશિયન ક્રૂડ ઓઈલની અછતને ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં, યુરોપમાં નિકાસ કરવામાં આવતા અમેરિકન ક્રૂડ ઓઇલની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે. એક સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડમાં ૫ ટકાનો વધારો થયો છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે ચીનમાં બધુ ખુલી ગયા બાદ માંગ વધવાની અસર ક્રૂડના ભાવ પર જાેવા મળી રહી છે. એક અહેવાલ અનુસાર, યુરોપિયન યુનિયનને મોકલવામાં આવતા રશિયન ક્રૂડ ઓઈલના જથ્થામાં કોઈપણ ઘટાડો યુએસ ક્રૂડ ઓઈલના જથ્થામાં વધારા દ્વારા મોટાભાગે સરભર થવાની શક્યતા છે. વર્ષ ૨૦૨૨ માં, યુરોપમાં યુએસ તેલની કુલ શિપમેન્ટ ૨૦૨૧ ના ??સ્તરને લગભગ ૭૦ ટકા વટાવી જશે. તે પ્રતિ દિવસ ૧.૭૫ મિલિયન બેરલ પર પહોંચી ગયું છે.

Follow Me:

Related Posts