મ્હે.પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્રારા જેલમાંથી પેરોલ ફર્લો રજા પરથી ફરાર કેદીઓને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય જે સબબ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જેલમાંથી પેરોલ, ફર્લો, વચગાળાના જામીન રજા પરથી ફરાર/ભાગેડુ કેદીઓ તથા રાજયના નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ, પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે લાઠી પો.સ્ટે. એ- પાર્ટ ગુ.ર. નં.૧૧૧ ૯૩૦૩૪૨૧ ૦૦૬૦/૨૦૨૧ IPC કલમ ૩૭૬(૨)એન, ૩૭૬(૩), ૩૬૩,૩૬૬ પોકસો કલમ-૪,૬, ૮,૧૭,૧૮ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતાં આરોપીને પકડી પાડેલ.
❇️ પકડાયેલ આરોપીઃ-
➡️ ચંદુભાઇ માધુભાઇ માથાસુળીયા (સોલંકી) ઉ.વ.-૩૮ ધંધો-મજુરી રહે.વાસાવડ સુંદરપરા તા.ગોંડલ જી.રાજકોટ વાળો તા.૦૧/૦૩/૨૦૨૨ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા એ.એચ.ટી.યુ. અમરેલી પોલીસને સોંપવા તજવીજ કરેલ.
✳️ ગુન્હાની વિગતઃ-
આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદ ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી આરોપી અપહરણ કરી ભગાડી ગયેલ અને સદરહું આરોપીને જાણ હોવાં છતાં મજકુર આરોપીને રહેવા આશરો આપી ગુન્હામાં આરોપીએ મદદગારી કરેલ.
💫 આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી ની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા. પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ, પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા લાઠી પો.સ્ટે.ના છેલ્લા એક વર્ષથી અપહરણ તથા બળાત્કારના આરોપીને રહેવા આશરો આપનાર નાસતાં ફરતાં આરોપી અમરેલી થી પકડી પાડેલ
Recent Comments