ચૂંટણી સમયે અનેક વાયદા વચનો આપીને ભોળી પ્રજાના હર્દયમાં મત માટે રાજકારણ રમતા રાજકીય પંડિતો ચૂંટણી પત્યા બાદ હવામાં હવાઈ કિલ્લા કે પછી હથેળીમાં ચાંદ બતાવાની વાતો કરનારા રાજકીય મહાનુભાવો માંથી અલગ માટીનો માણસ અને કામનો માણસ સાબિત થયેલા મહેશ કસવાળા વિધાનસભાની ચૂંટણી લડવા સમયે આપેલા વચનોની બારીકાઇ થી કામ કઢાવવાની કુનેહ અને કર્તવ્ય નિષ્ઠાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે
ને આજે 1 વર્ષ પૂર્ણ થતાં દિવસને પણ પશુ પાલકો માટે યાદગાર દિવસ સાબિત કરતા મહેશ કસવાળાએ સાવરકુંડલા ના વીજપડી આસપાસના 10 ગામડાઓ અને લીલીયા પંથકના 10 ગામડાઓ માટે હરતી ફરતી પશુ પાલકો ની એમ્બ્યુલન્સોના લોકાર્પણ કરીને પશુ પાલકો ના આશીર્વાદ મેળવતા ધારાસભ્ય મહેશ કસવાળાએ બાયપાસ રોડથી લઈને સ્પોર્ટ્સ સંકુલ, મહુવા રોડ પર ઓવર બ્રિજ, પાણી પુરવઠા માટે સંપ, નવી પાણીની લાઈન સહિતની અનેક ઉડીને આંખે વળગે તેવી ગ્રાન્ટ સરકાર માંથી મંજૂર કરાવીને સાવરકુંડલા લીલીયા પંથકના ગામડાઓમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ કેવા હોય તેનો અહેસાસ એક જ વર્ષમાં કરાવી ને મહેશ કસવાળાએ મતદાતા ઓનાં દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે
આજે સાવરકુંડલા ના વીજપડી અને મોટા લીલીયા ખાતે ધારાસભ્ય મહેશભાઇ કસવાલા દ્વારા હરતા ફરતા પશુ દવાખાના સરકારશ્રીની યોજના મુજબ તમામ સુવિધાથી સજ્જ દવાખાનાનું લોકાર્પણ બન્ને જગ્યાએ સ્ટાફ સાથે કાર્યરત કરવામાં આવ્યું હતું આ હરતું ફરતું દવાખાનું સાવરકુંડલા અને લીલીયા તાલુકાના 10-10 ગામોના પશુ પાલકો માટે આશીર્વાદ રૂપી સાબિત થશે તેમજ લીલીયાના સલડી ગામે 3.50 લાખ લીટર ક્ષમતાં અને અંદાજે 13 લાખ રૂપિયા ના ખર્ચે ભુમિ પૂજન કર્યું હતું ત્યારે ખેડૂતો માટે શેલ દેદુમલ ને સૂરજવડી ડેમમાં સૌની યોજનાના પાણી થી ભરવાનું કામ હોય કે પછી પાલિકા અને તાલુકા પંચાયતો માં લાખો રૂપિયાના આયોજનોના કામો હોય પણ બોલેલું પાળી બતાવનારા અત્યાર સુધીના પ્રજાના પ્રતિનિધિ માં ધારાસભ્ય મહેશ કસવાળાએ વટ કે સાથ કરોડોની ગ્રાન્ટ લાવીને ચૂંટણી સમયે આપેલા વચનો માત્ર એક વર્ષના ટુંકા ગાળામાં ઉડીને આંખે વળગે તેવા કરી બતાવ્યા છે
ત્યારે પશુ પ્રત્યે અપાર લાગણીઓ અને પશુ પ્રેમી તરીકેની આગવી છાપ પણ મહેશ કસવાળાએ હરતા ફરતા દવાખાનાની એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે આજથી ખુલ્લી મૂકીને પશુ પાલકો માટે પોતીકા સાબિત થયેલા મહેશ કસવાળા સાવરકુંડલા લીલીયા વિસ્તારને ચાર ચાંદ લાગે તેવા કાર્યો કરીને ખુશી અનુભવતા હોવાનો અહેસાસ 1 વર્ષના સમયગાળા દરમ્યાન કરાવ્યો છે તેમ સત્વ અટલ ધારા કાર્યાલય ના ઇન્ચાર્જ જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવ્યું છે
Recent Comments