fbpx
ગુજરાત

એક સમયે દારૂબંધી કરાવવા આંદોલન કરનાર અલ્પેશ ઠાકોરને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ યોગ્ય લાગી

મારી મુહિમ દેશી દારૂમાં સામેની છે અને એ મુહિમ ચાલુ જ રહેશે ઃ અલ્પેશ ઠાકોર

ગુજરાતમાં આંદોલનો કરીને હીરો બનેલા અલ્પેશ ઠાકોરે દારૂબંધીનો આધાર બનીને રાજકારણનો પાયો ચઢ્યા હતા. જેના માટે તેમણે લોકજુવાળ પેદા કરી હતી, અને લોકપ્રિય બન્યા હતા. પરંતું સરકારમાં આવતા જ દેશી દારૂની પોટલીઓ પર રેડ કરવા જનારા નેતાના સૂર બદલાયા છે. એક સમયે દારૂબંધીની વાતો કરનારા અલ્પેશ ઠાકોર હવે પોતાની જ વાત પરથી ફરી ગયા.અભી બોલા અભી ફોક જેવો ઘાટ સર્જાયો છે. સરકારે ગિફ્ટ સિટીમાં આપેલી દારૂબંધીને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે યોગ્ય ગણાવી છે. એક સમયે દારૂબંધીના નામથી હીરો બનનાર અલ્પેશ ઠાકોરને દારૂની છૂટ હવે યોગ્ય લાગી રહી છે. અલ્પેશ ઠાકોરને સરકારનો ર્નિણય યોગ્ય લાગ્યો. એક સમયે દારૂબંધ કરાવવા અલ્પેશ ઠાકોર આંદોલન કરતા હતા. એક સમયે દારૂના અડ્ડાઓ પર અલ્પેશ ઠાકોર જનતા રેડ કરતા હતા.

ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે અલ્પેશ ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન અને દારૂ પાર્ટીને સમર્થન જાેવા મળ્યું છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દારૂની છૂટ મામલે કહ્યું કે, ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહેશે. દારૂબંધીની છૂટ તો હોટલો અને રેસ્ટોરન્ટોમાં આપવામાં આવી છે. મારી મુહિમ તો દેશીદારૂની ભટ્ટીઓ સામે છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહેશે. ગિફ્ટ સિટીમાં જે છૂટછાટ આપવામાં આવી છે એ માત્ર હોટલો અને રેસ્ટોરન્ટોમાં આપવામાં આવે છે એ રીતે આપવામાં આવી છે. મારી મુહિમ દેશી દારૂમાં સામેની છે અને એ મુહિમ ચાલુ જ રહેશે. આમ, મોટી વાત તો એ છે કે, એક સમયે દારૂબંધી કરાવવા આંદોલન કરનાર અલ્પેશ ઠાકોરને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ યોગ્ય લાગી રહી છે.

Follow Me:

Related Posts