fbpx
અમરેલી

એક સમયે ૨૦૦ રૂપિયે કિલો વેચાતાં ટમેટા હાલ છુટક ૨૦ રૂપિયાના કિલો લેખે સાવરકુંડલાની શાકમાર્કેટમાં વેચાતાં જોવા મળ્યાં.. 

એક સમયે ૨૦૦ રૂપયે વેચાતાં ટમેટા હાંડહાંડ થયા સાવરકુંડલાની શાકમાર્કેટમાં આજે છુટક  ૨૦ રૂપિયે કિલો વેચાણ થતાં જોવા મળ્યાં. હવે પ્રશ્ન એ થાય છે કે ખરેખર ટમેટાના વાસ્તવિક ભાવ જો એક દશાંશ જેટલાં હોય તો લોકોને પણ ૨૦૦ રૂપિયે વેચાયેલ ટમેટાના ભાવ ખટકે તો ખરાં..!! માંગ અને પુરવઠાની આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે સરકારે જ અગમચેતીના પગલાં ભરવા જોઈએ. ૨૦૦ રૂપિયે વેચાણ અર્થે મૂકાયેલ એ સમયે ટમેટામાં રળ્યું કોણ? એ વાત પણ નોંધપાત્ર છે…. હાલ છુટક ૨૦ રૂપિયે કિલો ટમેટા હોય જથ્થાબંધ ભાવ તો એનાથી પણ નીચા હોય એ સ્વાભાવિક છે.

આમાં ટામેટાં ઉત્પાદક ખેડૂતોને શું મળે? એ પ્રશ્ન પણ મંથન માગી લે તેવો છે. કૃષિ પ્રધાન દેશમાં દેશના ખેડૂતોને જ્યાં સુધી પોષણક્ષમ ભાવો ન મળે દેશનો આર્થિક વિકાસ એ વાસ્તવિક કેમ ગણવો? એ પણ યક્ષપ્રશ્ન છે.!! માત્ર ટમેટા જ નહીં પરંતુ મોટાભાગના શાકભાજીના ભાવ હાલ તો ખૂબ નીચા જોવા મળે છે.. ખેડૂતો માટે પણ પૂરતાં પ્રમાણમાં કોલ્ડ સ્ટોરેજ, ડ્રાય  પ્રોસેસિંગ અને પ્રિઝર્વેશનની યોગ્ય વ્યવસ્થા હોય તો જે શાકભાજી પાણીના ભાવે વેચવા મજબૂર બને છે એના ભાવ તો પોષણક્ષમ મળે.. જ્યાંસુધી ખેતપેદાશના પોષણક્ષમ ભાવ સીધા જ ખેડૂતોને ન પ્રાપ્ત થાય ત્યાંસુધી આપણું કૃષિ લક્ષી અર્થતંત્ર મજબૂત બને ખરું? એવો અણિયાળો સવાલ આપ વાંચકોના મનોમંથન માટે..

Follow Me:

Related Posts