અમરેલી

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ-ખેડૂતોને ફાર્મર આઈ.ડી. મળશે

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી.મળશે. રાજ્યમાં તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૪થી ખેડૂત નોંધણી શરુ છે.પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડુત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૨૫ નવેમ્બર,૨૦૨૪ પહેલા નોંધણી કરાવવી. વેબપોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડુત જાતે પણ નોંધણી કરી શકશે.

રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરવી. ખોટી નોંધણી રદ થશે ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડીલક્ષી તમામ ધિરાણ સબંધી લાભ સરળતાથી મળશે. ખેડૂતોએ આધાર કાર્ડ,આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ૭-૧૨ નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વિ.સી.ઇ.)નો સંપર્ક કરવાઅમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Posts