ભાવનગર વેકેશનનાં સમયનનો સદ્ઉપયોગ કરી બાળકોના જીવન ઉપયોગી શિક્ષણ મળે તેવા ઉદેશ્ય થી એગ્રોસેલ ઇન્ડસ્ટીઝ તથા વી.આર. ટી. આઈ અંતર્ગત તા.૧૬ મે થી તરૂણ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૩૧ બહેનોને યોગ, બ્યુટીપાલર , ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી વિવિધ તાલીમ આપવામા આવેલ. આ તાલીમ અંતર્ગત એક દિવસીય ભાવનગર ની સેવાભાવી કાર્યરત સંસ્થાની મુલાકાત કરવામાં આવેલ. જેમાં શિશુવિહાર સંસ્થાની પ્રવૃત્તિઓ નિહાળવા તથા હીંચકા , લસરપટ્ટી , ભુલ -ભૂલામણી, ઉચક – નીચક , ચકડોળ જેવા સાધનોમાં રમી આંનદ મેળવેલ..તે ઉપરાંત શ્રી હરેશભાઈ ભટ્ટ દ્વારા બહેનોને આપતી નિવારણનું પ્રત્યેક્ષ નિદર્શન કરી બતાવવામાં આવ્યુ.આ પ્રસંગે સંસ્થાના ચીફ કોડીનેટર શ્રી હિનાબહેન ભટ્ટ , શ્રી પ્રીતિબહેન ભટ્ટ શ્રી હરેશભાઈ ભટ્ટ , વી. આર. ટી. આઇનાં પ્રતિનિધિ શ્રી કિશોરસિંહ ગોહિલ , શ્રી નરેન્દ્રસિંહ ઝાલા , શ્રી તરુણભાઈ મજેઠીયા , શ્રી સેજલબહેન તથા શ્રી રેખાબહેનની વિશેષ ઉપસ્થિતિમાં બહેનોને સંસ્થા દર્શન તથા સ્કુલ કીટ અને સંસ્થા સાહિત્ય આપવામા આવેલ..
એગ્રોસેલ ઇન્ડસ્ટીઝ તથા વી.આર. ટી. આઈ અંતર્ગત ૩૧ બહેનોને યોગ બ્યુટીપાલર ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી તાલીમ આપવામા આવેલ

Recent Comments