fbpx
ભાવનગર

એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ના સૌજન્ય થી જીવન શિક્ષણ લક્ષી તાલીમ અપાય

ભાવનગર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સતત બારમાં વર્ષે શિશુવિહાર ના ઉપક્રમે ભાવનગર શહેર આંગણવાડી ધટક ૧.આનંદનગર, કરચલીયા પરા કેન્દ્રનં ૫૦, ૫૫ બાળકો ૪૦ અને ૪.શિક્ષકોને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી હતી પારેખ ફાઉન્ડેશન દ્વારા શિશુવિહારને મળેલ બસમાં બાળકોને સંસ્થા પરિસરમાં લાવી પોષક આહાર, પ્રાર્થના, જોડકણાં, અભિનયગીત, સર્જનાત્મક શક્તિ વિકાસ, રંગપુરણી, મોતીનીમાળા અને  સમૂહજીવનમૂલક મેદાની રમતની તાલીમ આપવામાં આવી ૨૦૦ દિવસ માટેની તાલીમના બત્રીસમાં  દિવસે ઉપસ્થિત બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો…  એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ના વિશેષ સહકાર થી સવારનાં ૯-૩૦ થી ૧૨-૦૦ સુધી ની તાલીમ નું સંકલન શ્રી પ્રીતિબેન ભટ્ટે કર્યું હતું…

Follow Me:

Related Posts