એચ એમ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા વિવિધ શાળાઓમાં 750 બાળકોને વસ્ત્રદાન અર્પણ

તળાજા તાલુકાની ઠળિયા કેવ શાળા માં એચ.એમ દોશી ફાઉન્ડેશન મુંબઈ તરફથી શ્રીમતી હંસાબેન મહેન્દ્રભાઈ દલિચંદ દોશી પરિવાર તરફથી 750 બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગરીબ પરિવારના બાળકો અને માતા-પિતા વિનાના બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. જેમાં વિઠ્ઠલવાડી શાળા, ખોડીયારનગર શાળા, ભુતડિયા શાળા, માંડવડા બે શાળા, લામધાર શાળા, અનિડા ડેમ વાડી શાળા, અનીડા કુંભણ શાળા, ગરાજીયા શાળા, ઠાડચ શાળા, લીલીવાવ શાળા, ઠળિયા કેવ શાળા, હડમતીયા શાળા અને રોહિશા શાળાના બાળકોને પણ આનો લાભ મળેલ.
Recent Comments