એડવોકેટ એક્ટમાં સુધારાનો વડોદરામાં વકીલોએ ગેઝેટની હોળી કરી વિરોધ કર્યો
લો કમીશન દ્વારા એડવોકેટ એકટમાં સુધારાનો કાયદો કેન્દ્રએ પસાર કર્યો છે. જે અંગેનું ગેઝેટ જારી થતા વકીલોના અસ્તીત્વ પર ખતરો હોવાનું જણાવી વડોદરાના વકીલોએ કોર્ટ સંકુલ ખાતે ગેજેટની હોળી કરી હતી. અને કાળો કાયદો પાછો ખેચો..તેવા સુત્રોચાર સાથે કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
વડોદરા વકીલ મંડળ દ્વારા આજે ઈન્ડીયન બાર કાઉન્સિલ દ્વારા એડવોકેટ એકટની કલમ-૪૯ એ -૧ અને એ-બીમાં જે કોઈ વકીલ ઈન્ડિયન બાર કાઉન્સિલ સામે કે રાજયોના કોઈપણ બાર કાઉન્સિલ સામે તેમજ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જસ્ટીસ સામે કે તેમના તાબા હેઠળ આવેલ ડિસ્ટ્રીકટ તાલુકા લેવલના જસ્ટીસ સામે અપમાનજનક ટીપ્પણી કરે અને આ ટીપ્પણી પ્રીન્ટ મીડિયા કે પ્રેસ મીડિયામાં પ્રસારીત કરે તેવા વકીલ સામે એડવોકેટ એકટની કલમ ૩૫ અને ૩૬ હેઠળ સનદ રદ કરવા માટેનો ગેજેટ બહાર પાડેલ છે. તે વકીલાતના પ્રોફેશન સાથે જાેડાયેલા વકીલોને નુકશાનકર્તા હોય,જેના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે આજે ગેઝેટની હોળી કરવામાં આવી હતી.
વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યુ હતું કે, ઈન્ડિયન બાર કાઉન્સિલ અને તમામ રાજયોની બાર કાઉન્સિલ વકીલોની માતૃ સંસ્થા છે. આ બંને સંસ્થામાં અરનેસ્ટકુમાર વિ. બિહારનું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટ ૪૯૮-એ ની કલમમાં આરોપીઓને નુકશાન થતુ હતુ. તેથી આ કલમ પુરતુ જ ઈન્વેસ્ટીગેશન કરી ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં લાવવા તેના બદલે તમામ પોલીસ સ્ટેશનોમાં અને રાજય સરકારના ગૃહ ખાતા દ્વારા સાત વર્ષ સુધીની સજાવાળા તમામ કેસોમાં પોલીસ સ્ટેશનમાં જામીન આપી છોડી દેવાનો જે ર્નિણય કરેલ છે. તેનાથી પોલીસ ખાતામાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધી ગયુ છે. વકીલાતના પ્રોફેસનમાં જાેડાયેલા વકીલોને સીધુ જ નુકશાન થઈ રહ્યુ છે.
Recent Comments