એડવોકેટ જીતેન્દ્રભાઈ રાઠોડની મહેનતથી વાંકિયા ગામનો માનસિક અસ્થિર યુવક ગુમ થયાના પંદર દિવસ બાદ મળી આવેલ.
ખાંભા તાલુકાના વાંકિયા ગામમાં આશરે ૧૫ દિવસ પહેલા શૈલેષભાઈ પ્રવીણભાઈ દાફડા ગામ વાંકિયા તાલુકો ખાંભા જીલ્લો અમરેલી નામનો માનસિક અસ્થિર વ્યક્તિ ઘરેથી પૂછ્યા વગર નીકળી ગયેલ. જે થકી તેમના પિતા પ્રવિણભાઈ દ્વારા તેની શોધખોળ જિલ્લાના આસપાસના વિસ્તારમાં કરેલ પરંતુ તેમનો પુત્ર તેમને કોઈ પણ જગ્યાએથી મળેલ નહી. આખરે તેમને જાણીતા વકીલ જીતેન્દ્રભાઈ રાઠોડ પાસે આવીને સઘળી હકીકત જણાવેલ. હકીકત જાણતાં જીતેન્દ્રભાઈએ આ સંદર્ભે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં અંતે તેમની મહેનત રંગ લાવી અને આ શખ્સ સુરતના અમરોલી વિસ્તારમાંથી ગુરુવારના રોજ મળી આવેલ. જેના માટે એડવોકેટે જીતેન્દ્રભાઈ રાઠોડનો બાળકના પિતા પ્રવિણભાઈ દિલથી આભાર વ્યક્ત કરેલ તેમ રવિ જોષી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
Recent Comments