અમરેલી શહેરના નામાંકિત એડવોકેટ, શિક્ષણવિદ્, અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમરેલીનાં પૂર્વ ચેરમેન, કાઠી ક્ષત્રિય સમાજની છાત્રાલયના સ્થાપક તેમજ સફળ સંચાલક વડિલ વિસામણબાપુ વાળાએ તેમના જીવનના 100 (એક સો) વર્ષ પૂર્ણ કરી 101માં વર્ષમાં પ્રવેશ કર્યો તેની ખુશીમાં મુકેશભાઇ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી નગર સેવા સદન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલી અને શહેર ભાજપ દ્વારા વિસામણબાપુ વાળાનું શાલ, મોમેન્ટો અને અભિવાદન પુષ્પ સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલીકા પ્રમુખ મનિષાબેન રામાણી, નગરપાલીકા ઉપપ્રમુખ રમાબેન નરેશભાઇ મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલીના ચેરમેન તુષાર જોષી, ટાઉનપ્લાનિંગ ચેરમેન બ્રિજેશભાઇ કુરુંદલે, વાઇસ ચેરમેન દામજી ગોલ, શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા, શહેર ભાજપ મહામંત્રી રાજેશ માંગરોળીયા, ભરત મકવાણા, પૂર્વ પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, સન્ની ડાબસરા, હરેશ ચાવડા, હરીભાઇ કાબરીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલીના સદસ્યો મેહુલભાઇ ધોરાજીયા, અતુલપુરી ગોસાઇ, દિવ્યેશ વેકરીયા, રસીકભાઇ પાથર, મનિષભાઇ સિદ્ધપુરા, ભાવેશ પરમાર, શહેર ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિહ પરમાર, વિરલ વિરપરા, કોષાઘ્યક્ષ ભાવેશ વાળોદરા, પૂર્વ શાસનાધિકારી મનોજભાઇ ચુડાસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલીની તમામ શાળાનાં આચાર્ય તેમજ વિસામણબાપુ વાળાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તેવુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં સભ્ય અતુલપુરી ગોસાઇની અખબારી યાદીમાં જણાવાયું છે.
એડવોકેટ વિસામણબાપુ વાળાએ 100 વર્ષ પૂર્ણ કરતાં ભાજપ પરિવાર દ્વારા સન્માન

Recent Comments