એડિશનલ સેશન્સ જજ સાવરકુંડલા નાં બી.કે.ચાંદારણા સાહેબે સાવરકુંડલાના નાર્કોટિક ડ્રગ્સ કેસનાં તમામ આરોપીઓનો કર્યો નિર્દોષ છુટકારો
આરોપી તરફે વકીલશ્રી એફ.વાય.મુસાણી તથા ઝુબેર ચૌહાણ રોકાયેલા હતા
સને ૨૦૧૩ માં સાવરકુંડલા શહેરનાં મોટા બસ સ્ટેશન પાસેથી કેબિનમાં નાર્કોટિક ડ્રગ (ગાંજો) ની બાતમીના આધારે ધારી પો.સ્ટે. નાં સર્કલ પી.આઈ. ચુડાસામા એ રેડ કારેલ હતી અને તોહમતદાર (૧) ઇબ્રાહિમ ઉર્ફે ઉભું દોસ્તમહમદ દલ (૨) આમીરખાન અકબરખાંન પઠાણ (૩) નંદલાલ ઉર્ફે નંદો બાલાભાઈ પરમાર નાં ઓની અટક કરવામાં આવેલ હતી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નંબર – સેકન્ડ ૧૯૨/૨૦૧૩ થી ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
ગત તારીખ : ૧૨–૧૦–૨૦૧૩ નાં રોજ કલાક ૧૯-૩૦ ના અરસામાં મોજે સાવરકુંડલા મોટા એસ.ટી. ડેપોના ગેઈટ પાસે આરોપી નંબર – ૧ ની ‘રાજ ‘ નામની ફ્રૂટની કેબીન હોય અને તમો આરોપી નંબર – ૨, આરોપી નંબર – ૧ વાળાની કેબીનમાં કામ કરતા તેના માણસ હોય બન્ને આરોપીઓએ પોતાના ભોગવટા કબજાની ઉપરોકત કેબીનમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરતા રેઈડ દરમ્યાન ગાંજાની પ્લાસ્ટીકની નાની–નાની પડીકીઓ મળી માદક પદાર્થ ગાંજા વેચાણના રોકડ રકમ રૂા. ૭૫૨૦/– મળી કુલ રૂા. ૮૮૨૦/– ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓ ગાંજાની પડીકીઓનું એકબીજાની મદદગારીથી વેચાણ મદદગારીથી વેચાણ કરતા રેઈડ દરમ્યાન પકડાઈ જઈ, એન.ડી.પી.એસ.ની કલમ – ૨૦, ૨૭, ૨૯ વિગેરે મુજબની તાપસ કરી ત્યારબાદ ચાર્જશીટ નામદાર અમરેલીના સ્પેશિયલ એન.ડી.પી.એસ. નાં જજ સાહેબની કોર્ટમાં રજૂ કરેલ હતું ત્યારબાદ અંશતઃ પુરાવાઓ નામદાર અમરેલીનાં સ્પેશિયલ એન.ડી.પી.એસ. નાં જજ સાહેબ ની કોર્ટમાં ચાલેલ અને ત્યારબાદ કોર્ટ વધુ ઇન્સાફી કાર્યવાહી માટે પુરાવો સાવરકુંડલાના સ્પેશિયલ એન.ડી.પી.એસ. નાં જજ બી.કે. ચાંદારાણા સાહેબની કોર્ટમાં ચાલેલ અને પુરાવાના અંતે ન્યાયિક એરણ પર ચડાવતા તમામ આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો. આ કામે તમામ આરોપીઓ તરફે અમરેલીનાં ખ્યાતનામ સિનિયર વકીલશ્રી એફ.વાય. મુસાણી તથા સાવરકુંડલાનાં વકીલશ્રી ઝુબેરભાઈ ચૌહાણ રોકાયેલ હતા.
Recent Comments