fbpx
ગુજરાત

એનએસયુઆઇના કાર્યકરોએ ડીઇઓ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યુ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રિત થતાં જ ફરીવાર શૈક્ષણિક કાર્ય પાટા પર ચઢી રહ્યું છે. ગત ૭મી જૂનથી સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ પણ શરુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાઈટ ટુ એજ્યુકેશનઅંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે એનએસયુઆઇએ ડીઇઓને રજુઆત કરી છે અને આવેદનપત્ર પણ આપ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા ૨ વર્ષથી આરટીઇની પ્રવેશ પ્રક્રિયા મોડી શરુ કરવામાં આવી છે. કોરોનાના કારણે અનેક વાલીઓ આર્થિક રીતે પાયમાલ થયાં છે. આરટીઇની પ્રવેશ પ્રક્રિયા માટે હાલ રજિસ્ટર્ડ ભાડા કરાર માંગવાથી કેટલાય વાલીઓ મુંઝવણમાં છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ટકા લોકો સાથે ધંધા રોજગાર શરુ થયાં નથી. ત્યારે રજિસ્ટર્ડ ભાડા કરાર કરાવવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો વાલીઓને સામનો કરવો પડ્યો છે.

એનએસયુઆઇએ આ મુદ્દે ડીઇઓને રજુઆત કરી છે કે હાલ આવી પરિસ્થિતિમાં નોટરાઈઝ ભાડા કરારને માન્ય રાખવામાં આવે તેવી અમારી માંગ છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ મળી શકે. એનએસયુઆઇના કાર્યકરોએ ડીઇઓને એવી પણ રજુઆત કરી હતી કે, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ આનંદ નિકેતન સ્કૂલ દ્વારા ૨૮ જેટલા આરટીઇ દ્વારા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. તે ઉપરાંત આવા વિદ્યાર્થીઓને અલગ સોફ્ટવેરમાં ભણાવી તેમનું અપમાન કરવામાં આવ્યું છે. આવા કિસ્સાઓ શિક્ષણ જગત માટે શરમજનક છે.

Follow Me:

Related Posts