એનએસયુઆઇ પ્રમુખ મહિપાલસિંહને હટાવવા સચિવે રાહુલ ગાંધીને પત્ર લખ્યો
વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇમાં વિખવાદ થયો છે. ગુજરાતના પ્રમુખ તરીકે ૫ વર્ષથી નીમાયેલા મહિપાલસિંહ ગઢવી નિષ્ક્રિય છે જેના કારણે સંગઠન નબળું થઈ રહ્યું છે તો આ અંગે વિચારણા કરીને માળખામાં ફેરફાર કરવામાં આવે જેથી પહેલી જેમ એનએસયુઆઇ મજબૂત બની શકે, આ તમામ રજૂઆત લઈને એનએસયુઆઇના સચિવે તથા કાર્યકરોએ રાહુલ ગાંધી અને નીરજ કુંદનને પત્ર લખ્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
છેલ્લા કેટલાય સમયથી એનએસયુઆઇ અલગ અલગ જૂથમાં ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય ત્યારે પણ એનએસયુઆઇના અલગ અલગ જૂથ દ્વારા અલગ અલગ રજૂઆત કરવામાં આવી રહી છે. ૨૦૧૬માં મહિપાલસિંહ ગઢવીને ગુજરાતના એનએસયુઆઇના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા. મહિપાલસિંહની નિમણૂક બાદ અલગ અલગ જૂથ પડી ગયા હતા. જેને કારણે એનએસયુઆઇ નબળું થઈ ગયું છે. અત્યારે પણ એનએસયુઆઇના વિરોધ પ્રદર્શનમાં એનએસયુઆઇના કેટલાક કાર્યકરોના જૂથવાદને કારણે વિરોધમાં પૂરતા કાર્યકરો હાજર રહેતા નથી.
અત્યારના પ્રમુખ મહિપાલ સિંહથી નારાજ એનએસયુઆઇના જ જૂથના કાર્યકરોએ રાહુલ ગાંધી અને નીરજ કુંદનને મેઈલ અથવા લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, ૨૦૧૬થી મહિપાલસિંહ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ મહિપાલસિંહ દ્વારા વિદ્યાર્થીઓ માટે કે સંગઠન માટે કોઈ ખાસ પગલાં લેવામાં આવતા નથી. એનએસયુઆઇના અનેક કાર્યકરો વિદ્યાર્થીઓ સાથે સીધા જાેડાયલા છે. મહિપાલસિંહની નિમણૂક કેટલાક નેતાઓની ભલામણના આધારે કરવામાં આવી છે, જેના કારણે સક્રિય જૂથ અને કાર્યકરોમાં નિરાશા જાેવા મળી છે.
Recent Comments