એનસીપી નેતા શરદ પવારનું નિવેદનજલ્દી સમાધાન ન થયું તો દેશભરના કિસાન આંદોલનમાં બીજા રાજ્યોના ખેડૂતો સામેલ થશે
કેન્દ્ર સરકારની સાથે પાંચ રાઉન્ડની વાતચીત અસફળ રહ્યાં બાદ કિસાનોએ હવે ૮ ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ઘણા રાજકીય પક્ષોએ તેનું સમર્થન કર્યું છે તો કોઈ નેતાઓએ કિસાન આંદોલનને લઈ ચિંતા વ્યક્ત કરી છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારનું કહેવુ છે કે જાે જલદી સમાધાન ન થયું તો દેશભરના કિસાન પંજાબ-હરિયાણાના કિસાનોની સાથે આંદોલનમાં સામેલ થઈ જશે.
શરદ પવારે કહ્યુ, પંજાબ અને હરિયાણાના કિસાન ઘઉં અને ધાનના મુખ્ય ઉત્પાદક છે અને તે પ્રદર્શન કરી રહ્યાં છે. જાે સ્થિતિનું સમાધાન ન કરવામાં આવ્યું તો જલદી દેશભરના કિસાન તેમની સાથે સામેલ થઈ જશે. જ્યારે બિલ પાસ કરવામાં આવી રહ્યું હતું તો અમે વિનંતી કરી હતી કે તેમણે ઉતાવળ ન કરવી જાેઈએ.
કૃષિ બિલને લઈને શરદ પવાર બોલ્યા, બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની જરૂર હતી અને તેના પર ચર્ચાનની જરૂર હતી પણ તેમ ન થયું અને બિલ પાસ થઈ ગયું. હવે સરકારને તે ઉતાવલ ભારે પડી રહી છે.
Recent Comments