એનસીપી સુપ્રિમો પવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરતાં રાજકીય ગરમાટો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ યાદવે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી છે. દિલ્હીમાં અચાનક વડાપ્રધાન મોદી અને શરદ પવાર વચ્ચે બેઠકથી રાજકીય ગરમાવો આવી ગયો છે અને અટકળોનું બજાર ગરમ થયું છે. સૂત્રોના મતે પીએમ મોદી અને પવાર વચ્ચેની આ બેઠક ૫૦ મિનિટ સુધી ચાલી હતી. આ મુલાકાતના અનેક રાજકીય ક્યાસ પણ કાઢવામાં આવી રહ્યા છે. અગાઉ શુક્રવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ પૂર્વ મંત્રી પીયૂષ ગોલે પણ એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદી કાર્યલટે ટ્વીટ કરીને આ મુલાકાતની પુષ્ટિ કરી છે. પીએમઓએ તસવીર સાથે ટ્વીટમાં લખ્યું કે, રાજ્યસભાના સાંસદ શરદ પવાર નરેન્દ્ર મોદીને મળ્યા. આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે થોડા દિવસ અગાઉ એવી વાત સામે આવી હતી કે શરદ પવાર રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર બની શકે છે. શરદ પવારે આ અટકળોને રદીયો આપ્યો હતો. આ મુલાકાતને લઈને મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોની પણ ચર્ચા વેગવાન બની છે.
મુંબઈમાં થોડા દિવસ બાદ બીએમસીની ચૂંટણી યોજાવાની છે, તેમજ વિધાનસભા સ્પીકરની ચૂંટણી પણ યોજાવાની છે. જેને પગલે મોદી અને પવારની બેઠકને લઈને અનેક રાજકીય ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. આ બેઠક પર શિવસેના અને કોંગ્રેસની પણ નજર રહી છે અને તેઓ એલર્ચ મોડમાં આવી ગયા છે.
૧૯ જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે તે પૂર્વે શુક્રવારે પીયૂષ ગોયલે પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, કોંગ્રેસના નેતા આનંદ શર્મા અને એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત અન્ય વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. સરકાર દ્વારા ચોમાસુ સંત્ર અગાઉ વિપક્ષના ટોચના નેતાઓ સાથેની બેઠકથી એવું ફલિત થાય છે કે કેન્દ્ર ગૃહમાં વિપક્ષનો સહયોગ ઈચ્છે છે. કેન્દ્ર સરકાર આ સત્રમાં ૧૭ વિધેયક લાવે તેવી શક્યતા છે.
Recent Comments