નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, એનસીબીએ જે રીતે તેમના જમાઈને ફસાવેલો એવી રીતે આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવુડમાં શરૂ થયેલી ડ્રગ્સની તપાસ દરમિયાન નવાબ મલિકના જમાઈની પણ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ સમીર ખાનને જામીન મળી શક્યા છે.
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ બાદ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક સતત દ્ગઝ્રમ્ની કાર્યશૈલી સામે સવાલો કરી રહ્યા છે. તેમણે શનિવારની ટિ્વટમાં લખ્યું હતું કે, આ વખતે હું દ્ગઝ્રમ્ના બીજા પણ ખોટા કામોનો પર્દાફાશ કરીશ. જાેકે આ વખતે તેઓ પ્રેસ કોન્ફરન્સ દ્વારા નહીં પણ પોતાના ટિ્વટર હેન્ડલ પર ખુલાસાઓ કરશે. તેમણે આવી કેટલીક ટિ્વટ્સ પણ કરી છે. નવાબ મલિકે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને ઘેરતા સવાલ કર્યો હતો કે, હ્લઙ્મીંષ્ઠરીિ ઁટ્ઠંીઙ્મ કોણ છે? તેનો એનસીબી અને તેના એક અધિકારી સાથે શું સંબંધ છે? હ્લઙ્મીંષ્ઠરીિ ઁટ્ઠંીઙ્મ કોઈકના સાથે જાેવા મળી રહ્યા છે જેને તેઓ ‘માય લેડી ડોન’ કહે છે.
આ ‘લેડી ડોન’ કોણ છે? અગાઉ બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ભાજપના કાર્યકર મનીષ ભાનુશાલી અને કેપી ગોસ્વામીના રોલને લઈ સવાલો કર્યા હતા. તેમણે ક્રૂઝ પર પાડવામાં આવેલા દરોડાને પણ બોગસ ઠેરવી દીધા હતા.
Recent Comments