fbpx
બોલિવૂડ

‘એનિમલ’માં પરિણીતી ચોપરાને હટાવી રશ્મિકાની પસંદગી થઈ હતી

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. બોલ્ડ સીન્સ અને કેટલાક ડાયલોગ્સના કારણે ભારે વિવાદ છતાં આ ફિલ્મને ઓડિયન્સે પસંદ કરી છે. સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં રશ્મિકા અને રણબીરે પહેલી વાર સાથે કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે સંદીપ રેડ્ડી વાંગાએ પરિણીતીનો લીડ રોલ નક્કી કર્યો હતો. ગીતાંજલિના રોલ માટે તેઓ પરિણીતીને લેવા માગતા હતા,

પરંતુ બાદમાં તેમણે રશ્મિકા મંદાનાને આ રોલ આપી દીધો હતો. પરિણીતીની ઓચિંતી હકાલપટ્ટી અંગે વાત કરતાં સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યું હતું કે, પરિણિતી મારી પહેલી પસંદ હતી, પરંતુ તે આ રોલમાં ફિટ બેસતી ન હતી. સંદીપ રેડ્ડી વાંગીની ફિલ્મ એનિમલ પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને ‘ડંકી’, ‘સાલાર’નું આગમન થયું ત્યાં સુધી એનિમલના શો ચાલતા હતા.. પરિણીતી વગર ફિલ્મ બનાવવાના પોતાના ર્નિણય અંગે સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું હતું કે, અગાઉ કબીર સિંહમાં પણ લીડ રોલ માટે પરિણીતી પહેલી પસંદ હતી, પણ આ ફિલ્મ તેમણે કરી નહીં.

એનિમલમાં ગીતાંજલિના રોલ માટે લૂક ટેસ્ટ લીધા બાદ પરિણીતી ફાઈનલ કરી હતી. જાે કે બાદમાં મને લાગ્યું કે, આ રોલમાં પરિણીતી બરાબર જામશે નહીં. શૂટિંગ શરૂ થવાના દોઢ વર્ષ પહેલા સંદીપ રેડ્ડી વાંગાએ પરિણીતીને આ ફિલ્મ માટે સાઈન કરી હતી. પણ કેટલાક કેરેક્ટરમાં દરેક વ્યક્તિ સેટ ન થઈ શકે. મને ઓડિશન્સ કરતાં મારા સ્ફૂરણા પર વધારે વિશ્વાસ છે. સંદીપે કહ્યું હતું કે, પહેલા દિવસથી પરિણીતીની એક્ટિંગ ખૂબ પસંદ છે અને તેમની સાથે કામ કરવાની ઈચ્છા છે. પરંતુ, આખરે પરિણીતીને કહેવું પડ્યું કે ફિલ્મ કરતાં વિશેષ કંઈ નથી. શરૂઆતમાં પરિણીતીને મારી વાત ગમી ન હતી.

Follow Me:

Related Posts