એનિમલ ફિલ્મ ઓગસ્ટના બદલે હવે ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલની ઘણાં સમયથી રાહ જાેવાઈ રહી છે. ૧૧ ઓગસ્ટે એનિમલને રિલીઝ કરવાનું એલાન થયું હતું, પરંતુ તેની રિલીઝ ડેટ પોસ્ટપોન થવાની છે. ઓગસ્ટના બદલે હવે ડિસેમ્બરમાં તેની રિલીઝ થઈ શકે છે. બોક્સઓફિસ પર ૨૦૨૩ના વર્ષની સૌથી મોટી ટક્કર ૧૧ ઓગસ્ટે થવાની હતી. આ દિવસે સની દેઓલની ગદર ૨ અને અક્ષય કુમારની ઓહ માય ગોડ ૨ પણ રિલીઝ થવાની છે. ત્રણ મોટા સ્ટાર્સની ફિલ્મો વચ્ચે ટક્કરના સંજાેગોમાં કોને નુકસાન થશે તે અંગે અટકળો ચાલતી હતી, પરંતુ તેમાંથી એક ફિલ્મે મેદાન છોડી દેતાં ગદર ૨ અને ઓહ માય ગોડ ૨ને રાહત મળશે. સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરેલી એનિમલમાં ગેંગસ્ટર ડ્રામા છે. ફિલ્મનું શૂટિંગ જુન મહિનામાં જ પૂરું થયું હતું અને વીએફએક્સનું કામ ૩૫-૪૦ દિવસમાં પૂરું કરવાનું અઘરું જણાય છે. જેના કારણે તેની રિલીઝ ચાર મહિના મોડી કરવામાં આવી છે. એનિમલનું પ્રોડક્શન ભૂષણ કુમાર અને મુરાદ ખેતાનીએ કર્યું છે. ભૂષણ કુમારની છેલ્લી ફિલ્મ ‘આદિપુરુષ’ના વીએફએક્સ પાછળ ૨૦૦ કરોડ જેટલો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. જાે કે ઓડિયન્સને વીએફએક્સ ખાસ પસંદ આવ્યા ન હતા, જેના કારણે એનિમલમાં કોઈ જાેખમ લેવાનું તેમણે ટાળ્યું છે. ફિલ્મના રોમાંચક એક્શન સીન્સને ધ્યાને રાખીને પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને રણબીર કપૂર વચ્ચે રિલીઝ ડેટ અંગે ચર્ચા થઈ હતી અને સર્વાનુમતે તેમણે ડિસેમ્બરની પસંદગી કરી છે. રિપર્ટ્સ મુજબ, એનિમલને પહેલી ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી છે. સલમાનની ટાઈગર ૩ના ત્રણ અઠવાડિયા પછી અને શાહરૂખની ડન્કીના ત્રણ અઠવાડિયા પછી એનિમલને રિલીઝ કરવામાં આવશે. જેથી બોક્સઓફિસ પર મોટી ટક્કર ટાળી શકાય અને એનિમલને સેફ પેસેજ મળી શકે. એનિમલમાં રણબીર અને રશ્મિકાની સાથે અનિલ કપૂર તથા બોબી દેઓલ પણ મહત્ત્વના રોલમાં છે.
Recent Comments