fbpx
અમરેલી

એન્ફોર્સમેન્ટ સ્કવોડ ટીમ દ્વારા અમરેલી શહેરમાં તમાકુ વિક્રેતાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

 રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એન્ફોર્સમેન્ટ સ્કવોડ ટીમ દ્વારા અમરેલી શહેરમાં તમાકુ વિક્રેતાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકમલ ચોક, ચક્કરગઢ રોડ, નાગનાથ બસ સ્ટેશન, જિલ્લા પંચાયત રોડ તેમજ સાવરકુંડલા બાયપાસ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા વિવિધ કલમો અંતર્ગત કુલ ૧૪ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત રૂ. ૨૮૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ-આરોગ્ય શાખા, પોલીસ વિભાગ, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વિભાગ, એસ.ટી. વિભાગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમાકુનુ વેચાણ કરનાર લારી-ગલ્લા ઉપર સૂચક બોર્ડ મુકેલ ન હોય,  શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોનું વેચાણ કરનાર, જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનું સેવન કરનાર,  ઈ-સિગારેટનું વેચાણ-સંગ્રહ-ઉપયોગ કરનાર, તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત આપનાર વગેરે અન્વયે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી તેમ નોડલ ઓફિસર શ્રી ટોબેકો કંટ્રોલ – વ – મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts