અમરેલી

એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ ટીમ દ્વારા પર આકસ્મિક તપાસ :  તમાકુ વિક્રેતાઓ પાસેથી દંડની વસૂલાત

 તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ની અમલવારી માટે દંડ અને વસૂલાતની કામગીરી કરવામાં આવે છે.અમરેલી ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ ટીમ દ્વારા તમાકુ વિક્રેતાઓની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ – આરોગ્ય શાખા, પોલીસ વિભાગ, પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ વિભાગ, એસ.ટી., ખોરાક અને ઔષધ નિયમન સહિતની કચેરીઓની સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે.

આકસ્મિક તપાસમાં, તમાકુ વેચાણકર્તા લારી-ગલ્લા પર તમાકુ વેચાણ અંગેના સૂચક બોર્ડ ન દર્શાવવામાં આવ્યા હોય, શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોનું વેચાણ થતું હોય, જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનું સેવન થતું હોય, ઈ-સિગારેટનું વેચાણ-સંગ્રહ-ઉપયોગ થતો હોય, તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત થતી હોય, નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વિના તમાકુની બનાવટોનું વેચાણ થતું હોય તે તમામ બાબતોને આવરી લેવામાં આવે છે. તમાકુ ઉપયોગના નિયંત્રણ માટે આ બાબત માટે ૧૪ કેસમાં રુ. ૨૧૨૦ દંડ વસૂલવામાં આવ્યો છે, તેમ અમરેલી જિલ્લા ટોબેકો કંટ્રોલ નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts