મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને એક પછી એક નાની ચીજ વસ્તુઓના વધુ ભાવ ચુકવવા પડી રહ્યા છે. ઘર વખરીથી લઈને પેટ્રોલ ડીઝલ વગેરે મોંઘુ બનતું જઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં ફુગાવો 7.79 ટકા નોંધાયો છે. અગાઉ 2014માં પણ આ રીતે જ ફૂગાવો 8 ટકાને પાર નોંધાયો હતો. ફૂગાવા પર કંટ્રોલ આવી રહ્યો નથી. ખાસ કરીને ઈંધણ, ખાણી-પીણી સહીતની ચીજ વસ્તુઓના ભાવ વધવાના કારણે મોંઘવારી 8 વર્ષની ટોચે આવી ગઈ છે
સળંગ ચોથા મહિને પણ રીટેલ ફૂગાવો રીઝર્વ બેન્કની નિર્ધારીત સપાટીથી ઉપર આવી ચૂક્યો છો. જેથી ફરી બેન્કો દ્વારા વ્યાજ વધવાની આશંકા સેવાઈ રહી છે. ફુગાવાનો દર 2021ના વર્ષની અંદર 4.23 ટકા જ હતો જે અલમોસ્ટ ડબલ થવાની નજીક છે. જેના કારણે અત્યારે ફૂગાવાથી લોકો મોંઘવારીનો માર સહન સતત કરી રહ્યા છે. આ આંકડાઓ નેશનલ સ્ટેટિસ્ટીકલ ઓફિસ દ્વારા જારી કરવામાં આવ્યા હતા. જેમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓના ભાવમાં 8.38 ટકા જ્યારે માર્ચ મહિનામાં 7.68 ટકાનો વધારો ઝીંકાયો હતો. જ્યારે ગત વર્ષે ફરી 1.96 ટકાનો વધારો થયો છે અને પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે જેના કારણે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મોંઘી થઈ ગઈ છે. આ મોંઘી વસ્તુઓ લોકો પાસેથી વસુલવામાં આવી રહી છે. જેથી તમામ ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
આ ફુગાવાને કાબુમાં મેળવવા માટે ફરી વ્યાજદર વધારવામાં આવે તેવી પણ શક્યતાઓ છે જેથી ફરી લોકોના માથે મોટો બોજો પડે તેવી શક્યતાઓ છે
Recent Comments