fbpx
અમરેલી

એપ્રિલ માસનું ચોથું અઠવાડિયુંસ્વાગત સપ્તાહ તરીકે ઉજવવા વિશેષ આયોજન

મુખ્યમંત્રીશ્રી ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરુઆત તા.૨૪/૦૪/૨૦૦૩થી થઈ હતી તેથી આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થાય છે. SWAGAT@20 નિમિત્તે એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા પુખ્ત વિચારણાના અંતે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવશે.   સ્વાગત સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રી, વીસીઈ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૫/૦૪/૨૦૨૩ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાક દરમિયાન આ તાલીમ યોજાશે. આ તાલીમ બાયસેગ દ્વારા વંદે ગુજરાત ચેનલ ૦૧ પરથી પ્રસારિત કરવામાં આવશે. તાલીમ દરમિયાન સ્વાગત ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. તાલીમ પ્રેઝન્ટેશન સાથે સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રીઓ તેમના અનુભવ વહેંચશે. વંદે ગુજરાત ચેનલ – ૦૧, DD free Dish ધરાવતી ટીવી, Dish TV પર જોઈ શકાશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DD free Dish ધરાવતા હોય અને ટીવી હોય તે તમામ સ્થળોએ આ તાલીમ કાર્યક્રમ જોઈ શકાશે. ગ્રામ પંચાયત ખાતેના ઇ ગ્રામ સેન્ટર પર આ કાર્યક્રમ જોવા માટે youtubeની link ઈ-ગ્રામ સેન્ટર પર ઓપન કરીને આ તાલીમ કાર્યક્રમ ગ્રામ પંચાયત ખાતેના ઇ-ગ્રામ સેન્ટર પર જોઈ શકાશે. આથી, સંબંધિત તમામને આ તાલીમ કાર્યક્રમમાં જોડાવવા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેકમ) રાઠવાની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts