એપ દ્વારા ટ્રેક્ટર અને કૃષિ સાધનો ઘરે બેઠા સરળતાથી ભાડે મળશે
નાના ખેડૂતો મોંઘા કૃષિ સાધનો ખરીદવા અસમર્થ હોય છે. આ જ કારણ છે કે ઘણી વખત તેઓ ખેતરોમાં જરૂરી કામ કરાવી શકતા નથી. ઝ્રૐઝ્ર- ફાર્મ મશીનરી એપ ખેડૂતોને આવી સમસ્યાઓના નિવારણ માટે મદદ કરે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની આ એપ પર નોંધણી કર્યા પછી, ખેડૂતો ઘરે બેસીને તમામ કૃષિ સાધનો ભાડા પર મંગાવી શકે છે. આ એપ દ્વારા ખેડૂતો સરળતાથી ટ્રેક્ટર અને અન્ય કૃષિ મશીનરી ભાડા પર મંગાવી શકે છે. આ એપ ડાઉનલોડ કર્યા પછી,
તમારે તેમાં તમારી સંપૂર્ણ માહિતી ભરવી પડશે. જેમ કે નામ, રાજ્ય, જિલ્લા, તાલુકો અને ગામ તેમજ ખેડૂત પાસે ખેતીલાયક જમીન વિશેની માહિતી. આ પછી, ખેડૂતો તેમના કામ મુજબ ભાડા પર યંત્ર અથવા મશીન મંગાવી શકે છે. આ એપ ૧૨ ભાષાઓમાં છે. એપ ડાઉનલોડ કર્યા બાદ જ ખેડૂતો તેમની ભાષા પસંદ કરી શકે છે.
કૃષિ મંત્રાલયનું કહેવું છે કે તેઓ નાના અને સીમાંત ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચાડવા માટે આ યોજના પર કામ કરી રહ્યા છે અને ખેડૂતો પણ તેનો લાભ મેળવી રહ્યા છે. આ એપની ખાસ વિશેષતા એ છે કે અહીં ખેડૂતો અને વેપારીઓ બંને એક જ પ્લેટફોર્મ પર હશે. ખેડૂતોને ભાડા પર મશીનો મોકલશે વેપારીઓ, તે પણ સસ્તા દરે. હાલમાં એપ પર લગભગ ૪૦,૦૦૦ કસ્ટમ હાયરિંગ સેન્ટર નોંધાયેલા છે, જેની મદદથી ૧,૨૦,૦૦૦ કૃષિ મશીનરી અને સાધનો ભાડે રાખી શકાય છે. ખેડૂતોને આ સુવિધા ૫૦ કિમીની ત્રિજ્યામાં મળશે.
Recent Comments