વડોદરાના એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એમએસસીમાં ૧૨ જેટલા વિભાગોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. હવે આ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્રની શરૂઆત ૨૫ તારીખથી શરૂ કરી દેવામાં આવશે. વિવિધ વિભાગોમાં માસ્ટર્સમાં પ્રવેશ લેવા માટે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી સિવાય અન્ય યુનિવર્સિટી-કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જાેવા મળી હતી. એમએસસીમાં પ્રવેશ માટે રિટર્ન ટેસ્ટ લેવામાં આવે છે તેના આધારે પ્રવેશ આપવામાં આવે છે. કેમેસ્ટ્રીની ૧૧૦ જેટલી બેઠકો માટે ૧૦૮૯ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી.
જયારે માઇક્રોબાયોલોજીની ૨૫ બેઠકો માટે ૭૪૦ જેટલા વિદ્યાર્થીઓએ રિટર્ન ટેસ્ટ આપ્યો હતો. રિટર્ન ટેસ્ટના આધારે મેરીટ યાદી બનાવવામાં આવતી હોય છે અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. એમએસસીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. હવે બીએસસીની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સીબીએસઇના પરિણામો બાદ બીએસસીની પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે.એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એમએસસીની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. એમએસસીના વર્ગો શરૂ થશે. ૬૪૩ જેટલી બેઠકો માટે રિટર્ન ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેમાં ૩૮૭૪ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
Recent Comments