fbpx
ગુજરાત

એમપીમાંથી પકડાયેલા ડ્રગ્સની ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યાવડોદરાના રાવપુરામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ કંપનીના વેરહાઉસમાં દરોડો પાડીને ટ્રામાડોલની ૧૫,૩૦૦ ટેબ્લેટ અને કોડીન ફોસ્ફેટની ૮૫૦ બોટલો જપ્ત કરી

એમપીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તારમા આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડને ત્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ. એમપીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તારમા આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડને ત્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) એ સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ.

કંપનીના વેરહાઉસમાં દરોડો પાડીને ટ્રામાડોલની ૧૫૩૦૦ ટેબ્લેટ અને કોડીન ફોસ્ફેટની ૮૫૦ બોટલો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. એનસીબીના ઇન્સ્પેક્ટર પ્રવીણ ધુળેએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સ્પેક્ટર સંજય પટેલ સાથે એનસીબીની ટીમે ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડમાં તપાસશરૂ કરી હતી.

કંપનીના વેરહાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. તેમાં ટ્રામાડોલની ૧૫૩૦૦ ગોળીઓ અને કોડીન ફોસ્ફેટ સીરપની ૮૫૦ બોટલો મળી આવી હતી, જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવશે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત જથ્થો મધ્યપ્રદેશમાંથી મળી આવ્યો હતો.

Follow Me:

Related Posts