fbpx
અમરેલી

એમવીસીસી કેબલ નાખવાની કામગીરીનો દેવભૂમિ દેવળીયા ગામથી પ્રારંભ કરાવતા કૌશીકભાઈ વેકરીયા

આજ તા. ૦૫,૧૦,૨૪ ને શનીવાર ના રોજ અમરેલી ધારાસભા ના માનનીય ધારાસભ્ય અને નાયબ ઉપદંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાના ના વરદ હસ્તે APMCJGY ફીડરમાં એમવીસીસી કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ દેવભૂમિ દેવળીયા ગામથી કરવામાં આવેલ છે.સદર શુભ પ્રસંગે દેવભૂમિ દેવળીયા ગામના સરપંચશ્રી નાથાભાઈ સુખડીયા, PGVCL ના કાર્યપાલક ઈજનેરશ્રી, નાયબ ઈજનેરશ્રી તેમજ તમામ ગ્રામજનોએ હાજરી આપી પ્રસંગને દીપાવી દીધેલ. એમવીસીસી કેબલ બાબતે PGVCL ના કાર્યપાલક ઈજનેર શ્રી બી.પી.રાડા સાહેબે ગ્રામજનોને સમજણ આપેલ અને તેના લાભો વિષે વાકેફ કરેલ હતા. ગામના સરપંચ શ્રી નાથાભાઈ સુખડીયાએ અમરેલી તાલુકામાં એમવીસીસી કેબલની સૌપ્રથમ કામગીરીનો પ્રારંભ દેવભૂમિ દેવળીયા ગામથી થવા બદલ શ્રી કૌશિકભાઈ વેકરીયાનો ખુબ ખુબ આભાર માનેલ.શ્રી કૌશિકભાઈ વેકરીયાએ તેમના વક્તવ્યમાં લોકદરબારના તમામ પ્રશ્નો પુરા કરવાનું વચન આપેલ તે આજરોજ ઉદ્ઘાટન કરી પૂર્ણ કરેલ હોય તેની જાણ કરેલ તેમજ હરહંમેશ ગામના તમામ સાચા પ્રશ્નોમાં ગ્રામજનો સાથે મદદમાં ઊભા રહેવાનું વચન આપેલ.

Follow Me:

Related Posts