બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં ગ્લેમરસ રોલ કરનારી એમી જેક્સને સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોગ્રાફ્સ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. અક્ષય કુમાર સાથે સિંઘ ઈઝ બ્લિંગમાં એમી જેક્સન સ્વરૂપવાન લાગતી હતી, જ્યારે તાજેતરના ફોટોગ્રાફમાં તે સાવ અલગ લાગે છે. સોશિયલ મીડિયા યુઝર્સે એમીના નવા લૂક પર મીમ્સ બનાવવાની શરૂ કરી હતી અને તેને સિલિઅન મરફી સાથે સરખાવી હતી. જૂના ગ્લેમરસ ફોટોગ્રાફને તાજેતરના ફોટોગ્રાફમાં આખો દેખાવ જ સાવ અલગ જ થઇ ગયો છે. એમી જેક્સનના જૂના ગ્લેમરસ ફોટોગ્રાફને તાજેતરના ફોટોગ્રાફ સાથે સરખાવીને ઘણાં યુઝર્સે પોસ્ટ શેર કરી હતી. કેટલાકે તેને સિલિઅન મરફી સાથે સરખાવી હતી. થોડા સમય અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ ઓપનહાઈમરમાં મરફીનો લીડ રોલ હતો. તેમણે પરમાણુ બોમ્બ બનાવનારા વિજ્ઞાની ઓપન હાઈમરનો રોલ કર્યો હતો. એમીના નવા લૂક અંગે થયેલી ઘણી કોમેન્ટ્સ વાઈરલ થઈ હતી.
તેમાંથી કેટલાકે એમીને અયોગ્ય રીતે ટ્રોલ પણ કરી હતી. એમી જેક્સન તરફથી આ પ્રકારની પોસ્ટ અંગે કોઈ પ્રતિક્રિયા અપાઈ ન હતી. એમી જેક્સને ૨૦૧૦ના વર્ષથી એક્ટિંગ શરૂ કરી હતી. છેલ્લે અક્ષય કુમાર-રજનીકાંતની ફિલ્મ ૨.૦માં એમી નજરે પડી હતી. બોલિવૂડ અને સાઉથની ૧૫ જેટલી ફિલ્મોમાં એમીએ કામ કરેલું છે. લંડનના વિખ્યાત ઉદ્યોગપતિ જ્યોર્જ પાનાયિઓટુ સાથે લગ્ન બાદ એમી લંડનમાં જ સ્થાયી થઈ છે. તમિલ ફિલ્મ મિશનઃ ચેપ્ટર ૧ અચચામ એનબાથુ ઈલૈયે દ્વારા એમી ઈન્ડિયન સિનેમામાં પાછી ફરવાની છે. આ એક્શન થ્રિલર ફિલ્મને તમિલ ડાયરેક્ટર એએલ વિજય બનાવવાના છે. ૨૦૧૦માં તેમણે એમી જેક્સનની પહેલી ફિલ્મ મદ્રાસાટ્ટિનમને ડાયરેક્ટ કરી હતી.


















Recent Comments