fbpx
ગુજરાત

એમ્બ્યુલન્સમાં ઇમર્જન્સી દર્દી નહીં પણ થતી હતી વિદેશી દારૂની હેરાફેરી : મોડાસા રૂરલ પોલીસે કર્યો પર્દાફાશ,1.58 લાખના દારૂ સાથે 2 જબ્બે

દારૂના ખેપિયાઓ દ્વારા દારૂ લાવવા માટે જુદા જુદા કીમિયા અપનાવવામાં આવતા હોય છે. ખાનગી વાહનો, એસટી બસ અને ટ્રેન અને વિમાનમાં પણ દારૂની ખેપ મારવામાં આવી હોવાના કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે હવે બુટલેગરો પોલીસને થાપ આપવા એમ્બ્યુલન્સ લખેલી ટ્રાવેરામાં વિદેશી દારૂની ખેપ મારવા લાગતા મોડાસા રૂરલ પોલીસને બાતમી મળતા વાંટડા-લાલપુર રોડ પર નાકાબંધી કરી એમ્બ્યુલન્સમાંથી 1.58 ના દારૂ સાથે એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને એક સગીર ખેપિયાને દબોચી લીધો હતો

મોડાસા રૂરલ પોલીસે દારૂની હેરાફેરી અટકાવવા અંતરિયાળ વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવતા રાજસ્થાન પાસીંગની એમ્બ્યુલન્સ લખેલી ટ્રાવેરા ગાડી વિદેશી દારૂ ભરી જીવણપૂર સરડોઇ થી અમદાવાદ તરફ જવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી વાંટડા-લાલપુર નજીકથી એમ્બ્યુલન્સને અટકાવી તલાસી લેતા કારમાંથી 1.58 લાખનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે એમ્બ્યુલન્સ ચાલક હરિસિંહ સોહનસિંહ રાઠોડ (રહે,રાજસ્થાન) અને સગીરને દબોચી લઇ રૂ.4.66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂ ભરી આપનાર નરેશ શર્મા (રહે,ટીકર-રાજ) અને વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદના અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Follow Me:

Related Posts