fbpx
અમરેલી

એમ્બ્યુલન્સ ફાળવવા પ્રભારી મંત્રી આર.સી. મકવાણા અને કલેકટરને રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી જીલ્લાની સાવરકુંડલા અને રાજુલા ખાતે આવેલ સરકારી હોસ્પિટલોમાં આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ ફાળવવા માટે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ માન. પ્રભારી મંત્રી શ્રી આર.સી. મકવાણા, જીલ્લા કલેકટરશ્રી અને જીલ્લા આયોજન અધિકારીશ્રી, અમરેલીને લેખિત તેમજ ટેલિફોનીક રજુઆત સહ ભલામણ કરેલ છે. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, અમરેલી જીલ્લા મથકે આવેલ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિલ ખાતે આઈ.સી.યુ. એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ અમરેલી જીલ્લાના અંતરીયાળ અને ખારાપાટ વિસ્તાર એવા સાવરકુંડલા અને રાજુલા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં આઈ.સી.અુ. એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ ન હોવાને લીધે અંતરીયાળ વિસ્તારના દદીૅઓ તેમજ ક્રીટીકલ કેસના
દદીૅઓને ઉચ્ચ સારવાર અથેૅ અન્યત્ર હોસ્પીટલમાં ખસેડવા તેમજ પહોંચાડવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.

તેથી આવા દદીૅઓનો આઈ.સી.યુ. એમ્બ્યુલન્સના અભાવે જીવ જોખમમાં ન મુકાઈ અને તેઓને સરળતા પૂવૅક સરવાર મળી રહે તે માટે કે.કે. મહેતા હોસ્પિટલ–સાવરકુંડલા અને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ–રાજુલા માટે જીલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ માંથી આઈ.સી.યુ. ઓન વ્હીલ (એમ્બ્યુલન્સ) ફાળવવા પ્રભારી મંત્રીશ્રી, કલેકટરશ્રી અને જીલ્લા આયોજન અધિકારશ્રી, અમરેલીને રજૂઆત સહ ભલામણ કરેલ છે.

Follow Me:

Related Posts