એમ.એસ.યુનિ.ના બજેટ અંગે સેનેટની બેઠકમાં મિલકત્તો મુદ્દે હોબાળો
વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રૂપિયા ૩૪૨ કરોડના બજેટ અંગે સેનેટની બેઠક મળી હતી. બેઠકમાં મિલકતો વેચી દેવાના પ્રશ્ને ભારે હોબાળો મચ્યો હતો. જેમાં સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત વોકઆઉટ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ૩૪૨ કરોડનું બજેટ સેનેટની મંજૂરી માટે રજૂ થયું હતું. બજેટ બેઠકની શરૂઆતમાં જ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે ભાજપા પ્રેરીત સભ્યો દ્વારા યુનિવર્સિટીની કિંમતી જમીનો વચી મારવામાં આવતી હોવાનો આક્ષેપ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. બેઠકમાં નરેન્દ્ર રાવત અને મેહુલ લાખાણી તથા મયંક પટેલ આમને-સામને આવી ગયા હતા. એક તબક્કે સેનેટ સભ્યો તું મેં મેં ઉપર આવી ગયા હતા.
બેઠક ઉગ્ર બનતા વાઇસ ચાન્સેલરને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.જાેકે સેનેટ સભ્યો પોતાની વાત પર અડગ રહ્યા હતા જેમાં કોંગ્રેસ પ્રેરિત સભ્ય નરેન્દ્ર રાવત યુનિવર્સિટીની કિંમતી મિલકતો ભાજપા પ્રેરિત સભ્યો દ્વારા વેચી મારવામાં આવતી હોવાના આક્ષેપ ને લઈ ને વળગી રહ્યા હતા. સેનેટ બેઠકમાં વીસીની સમજાવટ છતાં સેનેટ સભ્યો પોતાની વાત ઉપર અડગ રહ્યા હતાં. જેમાં કોંગ્રેસ પ્રેરીત સભ્ય નરેન્દ્ર રાવત સેનેટ બેઠકમાંથી વોકાઉટ થઈ ગયા હતા.
Recent Comments