રાષ્ટ્રીય

એરપોર્ટથી કમલમ સુધીમાં લાખોની મેદની: જીલ્લાવાઈઝ ગોઠવણ-ઠેર ઠેર સ્વાગત: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામના 24 કલાકમાં PM મોદી ગુજરાતમાં

ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં ચૂંટણી પરિણામના 24 કલાકમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના બે દિવસના પ્રવાસથી ભાજપે મીશન ગુજરાતનો પ્રારંભ કરી દીધો છે અને રાજયમાં આગામી ડિસેમ્બર યોજાનારી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતમાં સતાવાર રીતે કાર્યક્રમો ઉપરાંત મોદીનો ભવ્ય રોડ-શો અને કમલમમાં પક્ષના સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ કારોબારીના સભ્યો, શહેર તથા જીલ્લા પ્રમુખો અને પ્રદેશના સંગઠનના હોદેદારો સાથે વડાપ્રધાન લંચ લેનાર છે અને આ રીતે વડાપ્રધાનનો કાર્યક્રમ પક્ષથી જ શરૂ થશે. વડાપ્રધાનના રોડ-શો માટે રાજયભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ કાલે 9 વાગ્યા પુર્વે ગાંધીનગર પહોંચી જશે. રોડ શોમાં દરેક શહેર-જીલ્લા મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટથી કમલમ સુધીના માર્ગમાં ઠેર ઠેર મોદીના સ્વાગત યોજાશે. ગુજરાતની સંસ્કૃતિ-કલાના જીવંત દ્રશ્યો પણ નજરે ચડશે અને આ મોદીનો અભૂતપૂર્વ રોડ શોબની રહેશે. શ્રી મોદીના જાહેર કાર્યક્રમો ઉપરાંત તેઓ રાજભવનમાં ખાસ્સો સમય ગાળવાના છે અને તે સાથે તેઓ પક્ષના સીનીયર નેતાઓ અને પસંદ કરેલા ઉદ્યોગપતિઓ તથા પસંદગીના આગેવાનોને મળશે. આ સમગ્ર રોડ-શોની જવાબદારી યુવા ભાજપ ને સુપ્રત કરવામાં આવી છે તથા આજ સાંજથી જ રાજયભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ અગ્રણીઓ અમદાવાદ જવા રવાના થશે.

Related Posts